- Gujarati News
- પાનધ્રો ગ્રામસભામાં સ્ટ્રીટ લાઇટ, પાણીનો પ્રશ્ન ચર્ચાયા
પાનધ્રો ગ્રામસભામાં સ્ટ્રીટ લાઇટ, પાણીનો પ્રશ્ન ચર્ચાયા
ભુજ |લખપત તાલુકાના પાનધ્રો ગામ ગ્રામસભામાં વેરા ભરવા માટે ગ્રામજનોને જણાવાયું કે તરત ગ્રામજનોએ તેમને નડતા પશ્નો રજૂ કર્યા હતા જેમાં સ્ટ્રીટ લાઇટ નાખી આપવા માટે માગણી મુકાઇ હતી. એક્તાનગર, સોનલનગર વિસ્તાર માટે પાણીનો ટાંકો બનાવવામાં આવે તેમજ ઝાડી કટિંગ થાય તેવી રજૂઅાત થઇ હતી. તો અછતગ્રસ્ત વિસ્તારમાં પુરતો ઘાસ મળે તે પણ જણાવાયું હતું. સરપંચ વિક્રમસિંહ સોઢા, ઉપસરપંચ ઓમપ્રકાશ રાજગોર, તાલુકા પંચાયત સભ્ય કરણસિંહ સોઢા, ના.કાર્યપાલક ઇજનેર એ.કે.સારસ્વત, જવાહર મારાજ જોડાયા હતા.