દયાપરના આચાર્યને બાઇકચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજા
ભુજ |લખપત તાલુકાના દયાપર ગામ નજીક સોમવારની મોડી સાંજે પૂરપાટ બાઇક પાછળથી આવતાં પગે ચાલતા હાઇસ્કૂલના આચાર્યને અડફેટે લેતાં તેને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. સાસ્વતમ સંચાલિત હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ કાલિયાને બાઇકે અડફેટે લેતાં તમને હાથના કાંડાના ભાગે ફ્રેકચર થયું હતું. આરોગ્ય કેન્દ્રમાં કોઇ ડોક્ટર હોતાં તેમને નર્સો દ્વારા પ્રાથમિક સારવાર અપાયા બાદ ભુજ રિફર કરાયા હતા. જોકે, સામાન્ય પ્રકારની ઇજા હોતાં બાબતે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.