• Gujarati News
  • સુમરાસર નોખાણિયામાં કામોના મૂહુર્ત

સુમરાસર-નોખાણિયામાં કામોના મૂહુર્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |તાલુકાના સુમરાસર (શેખ) તથા નોખાણિયામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 20.50 લાખના કામોના ખાતમૂહુર્ત થયાં હતાં. સુમરાસરમાં પારકરવાસમાં સમાજવાડીની કમ્પાઉઝડ વોલ, હરીજન સ્માશનની દિવાલ, ગામની ગટર લાઇન તથા સીસી રોડના ખાતમૂહુર્ત ભુજ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ દામજી ચાડના હસ્તે કરાયાં હતાં. નોખાણિયામાં પણ ગટરલાઇનની કામગીરીનું ખાતમૂહુર્ત કરાયું હતું. પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો તુષાર ભાનુશાળી, હિતેશ ખંડોર, સુમરાસરના સરપંચ ધનાભાઇ, કુનિરયાના કંકુબેન માવજી, ઢોરીના સરપંચ કાનાભાઇ, દામજી વારોત્રા, ગોપાલ ફફલ, આદમ શેખ, કાના ચાડ જોડાયા હતા.