• Gujarati News
  • National
  • માંડવીમાં મહિલાઓ વિષયક સેમીનારમાં માર્ગદર્શન અપાયું

માંડવીમાં મહિલાઓ વિષયક સેમીનારમાં માર્ગદર્શન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંઅખિલ ભારત શ્રીમાળી સોની મહામંડળ ઉત્કર્ષ સમિતિ અને માંડવી શ્રીમાળી સોની મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને કનડતી સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપવા અંગેનો એક સેમીનાર તાજેતરમાં યોજાઇ ગયો.

સમિતિ દ્વારા આગામી ત્રણ માસ માટે ભારતભરની સોની સમાજની બહેનોને મેનોપોઝ વિષય પર સમજણ અને દિશાસૂચન માટે સેમીનારો યોજવાનું આયોજન ગોઠવાયું છે જેના પ્રથમ તબક્કામાં માંડવીના જ્ઞાતિ મહિલા મંડળના સહકારથી યોજાયેલા સેમીનારમાં મુખ્ય વક્તા ડો. પારૂબેન ગોગરીએ મેનોપોઝ વિશે વિસ્તૃત છણાવટ કરી તબક્કામાં સ્ત્રીઓને જે શારીરિક-માનસિક હોર્મોનલ ફેરફારોનો સામનો કરવો પડે છે તેનાથી ઉદ્દભવતી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે સમજ આપી હતી. માંડવી પાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ ઉંમરના ગાળામાં સંતાનો સાથેના સંબંધોમાં હળવાશ જાળવવા, મનગમતી પ્રવૃત્તિઓ કરવા અને પોતાના અનુભવો પોતાની પછીની પેઢીને સમજણમાં આપવાનો અનુરોધ કર્યો હતો. સેમીનારમાં મહાસમિતિના સહકન્વીનર ભાવના ઝવેરી, માંડવી મહિલા મંડળના પ્રમુખ સુશીલાબેન, મંત્રી સુધાબેન, ખજાનચી ઉમાબેન, દિપ્તીબેન ચાંપાનેરીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

અખિલ ભારત શ્રીમાળી સોની મહામંડળ ઉત્કર્ષ સમિતિ અને માંડવી શ્રીમાળી સોની મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...