તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કુરબઇ ગ્રામ પં.માં સરપંચના પરિવારજનો ‘વહીવટ’ કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુરબઇ ગ્રામ પં.માં સરપંચના પરિવારજનો ‘વહીવટ’ કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીકુરબઇ ગ્રામ પંચાયતમાં સરપંચના પરિવારજનો ‘વહીવટ’ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતનાઓએ જિલ્લા વિકાસ અધિકારી પાસે લેખિત રજૂઆત કરી હતી.

ગામના હરેશ રામજી રામજિયાણીએ અરજીમાં જણાવ્યું હતું કે, સરપંચ ભગવતીબેન પોકારે ગામના લક્ષ્મીનારાયણ મંદિર ચોકમાં સી.સી. રોડના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર આચર્યો છે. રોડ પ્લાન અને એસ્ટિમેન્ટ મુજબ થયો હોવાથી કાંકરીઓ બહાર નીકળી આવી છે, જેથી પગરખા પહેર્યા વિના રોડ ઉપર ચાલી નથી શકાતું, જે બાબતે અગાઉ પણ રજૂઆતો કરી છે. ગૌચર સુધારણા કામમાં રૂપિયા 33,10,700નું બિલ બનાવી ભ્રષ્ટાચાર કરવામાં માગતા હોય તેમ હજુ સુધી ખાસ કંઇ કામ થયું નથી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાણબાઇ મીઠુ મહેશ્વરીએ આક્ષેપ કરતાં લખ્યું હતું કે, સરપંચના દિયર નરસિંહ પટેલ ગ્રા.પંચાયતનો તમામ વહીવટ કરી રહ્યા છે. બન્ને સંયુક્ત કુટુંબમાં રહેતા હોઇ રાશનકાર્ડ પણ એક ધરાવે છે. અમો અનુ.જાતિના સભ્ય હોઇ વિશ્વાસમાં પણ લેતા નથી, જેથી અમોને પંચાયતમાં જવામાં પણ તકલીફ પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો