તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 1લી ઓક્ટોબરથી અાશ્વિન નવરાત્રિનો પ્રારંભ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1લી ઓક્ટોબરથી અાશ્વિન નવરાત્રિનો પ્રારંભ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનીકુળદેવી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આગામી 30/9ના રાત્રે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે અાશ્વિન નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે.

દેશદેવી આશાપુરા માતાજીના પ્રસિદ્ધ શક્તિપીઠ માતાના મઢ ખાતે આગામી અાશ્વિન નવરાત્રિ પર્વનો પ્રારંભ ભાદરવા વદ-અમાસ તા.30/9ના શુક્રવારે રાત્રે 9:30 વાગ્યે ઘટસ્થાપનની ધાર્મિકવિધિ સાથે તા.1/10ના શનિવારથી આસો નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે, જ્યારે પર્વના સ્થાપન પ્રસંગે આસો સુદ-આઠમ તા.8/10ના શનિવારે મોડી સાંજે 8 કલાકે જગદંબા પૂજન બાદ રાત્રે 9:35 હોમાદિક વિધિનો પ્રારંભ થયા બાદ મોડી રાત્રે 1:15 કલાકે જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે શ્રીફળ હોમાશે, જ્યારે તેના બીજા દિવસે તા.9/10ના રવિવારે વહેલી સવારે રાજ પરિવારના સભ્યો દ્વારા જાતર ચડાવવાની વિધિ કરાશે. અશ્વિન નવરાત્રિ પર્વ દરમિયાન હજારો માઇભક્તો પદયાત્રા દ્વારા માના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે આવે છે, તો બીજીતરફ છેલ્લા 3-4 વર્ષથી અહીં આવનારા ભાવિકોનો પ્રવાહ અશ્વિન નવરાત્રિ પર્વ શરૂ થાય તેના 4-5 દિવસ અગાઉથી શરૂ થઇ જતો હોય છે, તેને લઇને આગામી નવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત જાગીર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓનો દોર પણ શરૂ કરી દેવાયો છે.

માતાના મઢ ખાતે 30/9ના ઘટસ્થાપન કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો