તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૈન ભવનમાં તપસ્વીઓના પારણાને અનુષ્ઠાનો યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન ભવનમાં તપસ્વીઓના પારણાને અનુષ્ઠાનો યોજાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાઅારાધના ભવન જૈન સંઘમાં આયંબિલ ઓળીની પૂર્ણાહૂતિ સાથે વિવિધ શ્રાવકોએ કરેલા તપના પારણાના અનુષ્ઠાનો યોજાયા હતા. તકે તપસ્વીઓની તપશ્ચર્યાને બિરદાવાઇ હતી.

આનંદવર્ધન વિજયજી મ.સા., આત્મદર્શન વિજયમજી મ.સા.ની 56મી આત્મચિંતન વિજયજી મ.સા.ની 35મી, શીલદર્શના શ્રીજી મ.સા.ની 88મી આયંબિલ તપની ઓળીની પૂર્ણાહૂતિ તેમજ તપસ્વીઓમાં કરેલી ઉગ્ર તપશ્ચર્યા પારણાના અનુષ્ઠાનો યોજાયા હતા. હેતલબેન પારસભાઇ સંઘવીએ કરેલા 31 ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાની અનુમોદનાર્થે જૈન મહંતોએ આરાધના ભવન પ્રસ્થાન કરી નાનાલાલ સંઘવીના નિવાસસ્થાને માંગલીક સંભળાવ્યું હતું. 8થી 16 ઉપવાસ કરનારા પરિવારજનોમાં દિનેશ મહેતા, ચંદનભાઇ દોશી, ચંદુભાઇ ગઢેચા તેમજ ધીરજલાલભાઇ મહેતાના નિવાસસ્થાને પગલાં કર્યાં હતાં. નાનાલાલ સંઘવી પરિવારે નવકારશીનો લાભ લીધો હતો. સંતોએ તપને કર્મનિર્જરાનું અમોઘશસ્ત્ર ગણાવી હાલના ભૌતિક અને ભોગવાદના જમાનામાં યુવાન વાયે ઉગ્ર તપશ્ચર્યા કરનારા તમામ તપસ્વીઓની અનુમોદના કરી અભિનંદન આપ્યા હતા. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઇ મહેતા, દલીચંદભાઇ મહેતા અન્ય હોદ્દેદારો, ટ્રસ્ટીગણ તેમજ સંઘના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ચંદુભાઇ ગઢેચાએ આભાર માન્યો હતો, તેવું વી.જી. મહેતાએ જણાવ્યું હતું.

જૈનમૂનિઓએ તપશ્ચર્યાને બિરદાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો