તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહાવીરનગરની અગણિત સમસ્યાઓનું સમાધાન ક્યારે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાવીરનગરની અગણિત સમસ્યાઓનું સમાધાન ક્યારે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજસુધરાઇના મહાવીરનગર વોર્ડ 8માં અનેક પ્રકારની સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે. પાલિકા દ્વારા શહેરમાં વિકાસની અનેક યોજનાઓને અંજામ દેવાના દાવા કરાય છે, પરંતુ કેટલાક વિસ્તારો જાણે-અજાણે ઓરમાયા વર્તનનો ભોગ બનતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મહાવીરનગર યુવક મંડળના ઉપપ્રમુખ ગણપતસિંહ સોઢાએ પાલિકા પ્રમુખને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા મહાવીરનગરની દરેક શેરીઓમાં ગેસની લાઇનો નાખવા માટે આડેધડ ખોદકામ કરાયું છે, જેથી રસ્તાઓ ધૂળિયા અને કાદવિયા બની ગયા છે. આવા રસ્તેથી પસાર થતા લોકોને અતિ ત્રાસનો સામનો કરવો પડે છે અને નાના-મોટા અકસ્માતો રોજ થયા કરે છે. ગેસ કંપનીવાળા પીવાના પાણીની લાઇનોને પણ નુકસાન કરી ગયા હોવાથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં લોકોને ગટરમિશ્રિત પાણી ઉપયોગમાં લેવું પડે છે. સ્થિતિ જો વધુ ચાલી તો ઘરે ઘર રોગચાળાના મંડાણ થાય તેવી સંભાવના છે. સમગ્ર વોર્ડમાં સફાઇ કામદારો જ્વલ્લેજ દેખા દે છે. વારંવાર ફરિયાદ કરીએ ત્યારે 8-10 દિવસે એકવાર ડોકાય છે અને વ્યવસ્થિત સફાઇ કરતા નથી. ગરબી ચોક તો જાણે વથાણ ચોકમાં બદલાઇ ગયો હોય તેમ રોજ 50થી 60 ગાયોનું ધણ ઉભું હોય છે, જેને લીધે ગંદકીના થર જામી ગયા છે અને પશુઓને લીધે બાળકોથી લઇને વૃદ્ધો ઉપર અકસ્માતનું જોખમ તોળાઇ રહ્યું છે. રોડ લાઇટો બંધ હાલતમાં છે. કોમ્યુનિટી હોલનું સમારકામ આજદિન સુધી થયું નથી. હવે આગામી દિવસોમાં જો સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જશે, તો સ્થાનિકોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારાઇ છે.

પાલિકા પ્રમુખ કોઇ દિ’ બાજુ ફરકયા નથી

રસ્તા-પાણી, રોડ લાઇટો, સફાઇ જેવા અનેક મુદ્દે પાલિકાના ઓરમાયાં વર્તનથી રોષ : સત્વરે પ્રશ્નો ઉકેલાય તો સ્થાનિકોની આંદોલનની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો