તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ APMCના ચેરમેનનું ટૂંકી બીમારી બાદ નિધન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ APMCના ચેરમેનનું ટૂંકી બીમારી બાદ નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરજણભાઇ કાનજી ચાવડાનું ટૂંકી બીમારી બાદ દુ:ખદ અવસાન થતાં વેપારી અને કિસાન વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. રાજકોટમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શુક્રવારે સવારે 6:30 કલાકે લાખોંદમાં તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળશે.

છેલ્લા 15 વર્ષથી ભુજ એપીએમસીમાં ડાયરેક્ટર અને દોઢ વર્ષથી ચેરમેન તરીકે સેવા આપતા 50 વર્ષીય અરજણભાઇ કેટલાક સમયથી બ્રેઇન ટ્યૂમરની બીમારીથી પીડાતા હતા. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં બુધવારે તેમની શસ્ત્રક્રિયા કરાયા બાદ પથારી પર દમ તોડ્યો હતો. લાખોંદમાં 10 વર્ષ માટે સરપંચ પદે રહી ચૂકેલા સદ્દગત આહિર સમાજ અને સહકારી ક્ષેત્રે અગ્રેસર હતા.

અરજણ ચાવડા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો