તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2 ઓકટોબરથી કચ્છ અને સયાજી દાદરથી દોડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 ઓકટોબરથી કચ્છ અને સયાજી દાદરથી દોડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છપ્રવાસી સંઘ અને યાત્રાળુઓની માંગ હતી કે કચ્છ એકસપ્રેસ તેમજ સયાજી નગરીને બાંદ્રા ટર્મીનસને બદલે દાદરથી દોડાવવામાં આવે.અને અંતે કચ્છીઓની માંગણીને રેલ્વે તંત્રે હરી ઝંડી બતાવાઇ છે.

કચ્છ પ્રવાસી સંઘ મુદદે રેલ્વે તંત્ર પાસે અંગે અવાર નવાર રજૂઆતો કરી હતી.જે અંગે ગત 14મી જુલાઇએ રેલ્વેએ બિકાનેર તથા અજમેરની ટ્રેનોનું કારણ આગળ ધરી તંત્ર આમ કરવા અસર્મથ હોવાનું પત્ર દ્વારા જણાવ્યું હતું.આમ છતાં સંસ્થાના પ્રતિનિધિઓ પોતાની વાત પર અડગ રહયા હતા અને દાદર સ્ટેશનનું સર્વેક્ષણ કરી રેલ્વેના જનરલ મેનેજર જી.સી.અગ્રવાલનું નવા પ્લેટફોર્મ અંગે ધ્યાન દોર્યું હતું.પ્રવાસી સંઘના આગેવાનો નિલેશ શાહ તેમજ નિતીન શાહે સી.ઓ.એમ.ની રૂબરૂ મુલાકાત લેતા સી.ઓ.એમ.મિશ્રાએ ટુંક સમયમાંજ દાદર સ્ટેશનનું ટેકનિકલ કાર્ય પૂર્ણ થઇ જતા ઉપરોકત બંન્ને ટ્રેનો દાદરથી ઉપડશે તેવી ખાત્રી આપી હતી. 2 ઓકટોબરનાં કચ્છ એકસપ્રેસ મુસાફરીનાં 32 વર્ષ પુરા કરતી હોઇ આજ દિવસે ટ્રેનને ફરી દાદરથી ચાલુ કરવા શાહે આગ્રહ રાખી જણાવ્યું હતું.

32 વર્ષ પહેલાં આજ તારીખે કચ્છ એક્સ. ને દાદરથી શરૂ કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો