તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેડીસીસીમાં 12માંથી ભાજપ પ્રેરિત 6 ઉમેદવારો બિનહરિફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેડીસીસીમાં 12માંથી ભાજપ પ્રેરિત 6 ઉમેદવારો બિનહરિફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસીબેંક)માં ભારતીય જનતા પક્ષ પ્રેરિત ઉમેદવારોએ ફરીથી પહેલો ઘા રાણાનો માર્યો છે. 25મીએ યોજાનારી 12 ડાયરેક્ટર્સની ચૂંટણીના ફોર્મ ભરવાના બુધવારે છેલ્લા દિવસે તેમના 6 દાવેદારો બિનહરિફ વિજેતા થયા હતા. ફોર્મ ખેંચાવા પુર્વે હજુ પણ બેથીત્રણ સીટ ભાજપના પલડામાં આવી જાય તેવી આંતરિક મહેનત ચાલી રહી છે. તો કોંગ્રેસને તેમના પક્ષ પ્રેરિત ઉમેદવારો મળ્યા હોવાની પોલ ખૂલી ગઇ છે. કોંગ્રેસી ધારાસભ્યના વિસ્તારમાંથી ભાજપના ત્રણ દાવેદારો બિનહરિફ થયા હતા.

મંગળવારે રાત્રે બંને પક્ષના અને બેંક સાથે સંકળાયેલા લોકો મગનું નામ મરી પાડવા તૈયાર હતા ત્યારે બુધવારે ભાજપે જેમના સમયમાં સરકારી સહાયથી બેંકને ઉગારવાની ફરજ પડી હતી તેવા કેરટેકર ચેરમેન દેવરાજ ગઢવી સહિતનાને પુન: તક આપી છે. તેમના સમયમાં 2014 અને 15ના બે નાણાકિય વર્ષ દરમિયાન 13 - 13 કરોડની રાજ્ય સરકાર અને રાજ્ય સહકારી બેંકમાંથી લોન તેમજ સહાય મેળવી હતી. હાલમાં બેંકની ખાઘ ગત બે નાણાકિય વર્ષમાં ચાર કરોડમાંથી 65 લાખ સુધી પહોંચી હોવાથી પણ આર્થિક સુધારાના સંકેત જોવાયા છે. તો અબડાસા - માંડવીમાં નવ કર્મચારી, અધિકારીઓ સામે ફોજારી નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી પણ કરાઇ હતી. હાલમાં કુલ શકમંદ લેણા 45 કરોડમાંથી 15 કરોડની આસપાસ બાકી હોવા સહિતના મુદ્દાના કારણે પણ ગઢવીને પુન: તક આપવામાં આવી હોવાનું સમજાઇ રહ્યું છે.

કેડીસીસી બેંકમાં આર્થિક હાલત 2013 સુધી અતિ નબળી થઇ હતી અને રિઝર્વ બેંકની ધોંસ આવી હતી, તો લાયસન્સ રદ થવા સુધીની નોબત આવે તે પહેલાં રાજ્યની ભાજપ સરકારે બચાવી લીધી હતી. કચ્છમાં ખેતી, હાઉસિંગ તેમજ અન્ય સહકારી ક્ષેત્રના ધિરાણો માટે મહત્ત્વની એવી બેંકના હોદ્દેદારો નક્કી કરવા 25મીએ યોજાઇ રહેલી ચૂંટણી અંતર્ગત બુધવારે ચૂંટણી અધિકારી એવી નાયબ કલેકટર ડી.સી. જોષી સમક્ષ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં બંને મુખ્ય રાજકીય પક્ષ પ્રેરિત સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી.

પરંતુ અરજી કરવાનો સમય પૂરો થયા બાદ ભાજપ પ્રેરિત આવેદકો બિનહરિફ થતાં તેઓ હવે સીધા બોર્ડના હોદ્દેદારો બની શકશે. બાકીના બે દિવસમાં ફોર્મ ખેંચવા સુધી પણ રાજકીય રમત થઇ શકે છે અને શક્યત: વધુ બેથી ત્રણ બેઠક બિનહરિફ કરાવાય તેવા આસાર જાણવા મળ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલની આગેવાનીમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો.નીમાબેન આચાર્ય, પંકજભાઇ મહેતા, રમેશભાઇ મહેશ્વરી, મહામંત્રીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા અને અનિરુદ્ધ દવે જોડાયા હતા.

બેઠક ભાજપ પ્રેરિત કોંગ્રેસ પ્રેરિત

ભુજહરિભાઇ જાટિયા શામજી રાણા આહિર

ભચાઉ જનકસિંહ જાડેજા નવલસિંહ જાડેજા

મુન્દ્રા અશોક થારૂ લખુરામ ગોરડિયા

માંડવી કેસુભાઇ પારસિયા ભાઇલાલ છાભૈયા

મંડળી નં. 10 મનુભા જાડેજા ચંદ્રકાંત ગોરડિયા

મંડળી નં. 11 જયંતીભાઇ ગોળ માવજી વરચંદ

1. ઈન્દ્રજીતસિંહ જાડેજા અબડાસા

2. વેરસલજી તુવર લખપત

3. જયસુખ પટેલ નખત્રાણા

4. વલમજી હુંબલ અંજાર

5. ઘનશ્યામ પૂજારા રાપર

6. દેવરાજ ગઢવી ભૂજ

હવે બેઠકો માટે થશે જંગ

બિનહરિફ વિજેતા બનેલા ઉમેદવારો

બિનહરિફ ઉમેદવારોને જિલ્લા ભાજપ કાર્યાલયમાં શુભેચ્છા આપવામાં આવી તે તસવીરમાં ડાબેથી મહામંત્રી અનિરુદ્ધ દવે, ઉમેદવારો ઘનશ્યામ પૂજારા, વેરસલજી તુંવર, જયસુખ પટેલ, ઇન્દ્રજીતસીંહ જાડેજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, વલમજી હુંબલ, દેવરાજ ગઢવી અને મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા જોવા મળે છે.

ચૂંટાયેલા બિનહરીફ સભ્યોનું અભિવાદન

ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસને સહકારી ક્ષેત્રમાં ઉમેદવાર મળ્યા : લોન લઇને બેંકને બચાવનારા વર્તમાન ચેરમેન દેવરાજ ગઢવીને ભાજપે પુન: તક આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો