તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ લોહાણા મહાજનની કારોબારીએ સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનો દીધો કોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ લોહાણા મહાજનની કારોબારીએ સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનો દીધો કોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજલોહાણા મહાજનની કારોબારીની વરણી તાજેતરમાં ગાયત્રી હવનના પવિત્ર વાતાવરણમાં કરાઇ હતી.

પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સંસદિય સચિવ વાસણભાઇ આહિર સંગ સમાજના અગ્રણીઓ ભાનુકાંત પલણ, ભૂપેન્દ્ર ભગદે, શશીકાંત રૂપારેલ, પૂર્વ પ્રમુખ શંકર ઠક્કર, મહેન્દ્ર ઠક્કર, શશીકાંત ઠક્કર (માધાપર), હરીશ ગણાત્રા (માંડવી), વૃજલાલ ઠક્કર (મીરઝાપર), જેઠાલાલ ઠક્કર, ખીમજી ઠક્કર, ઝવેરી ઠક્કર, સુરેશ ચંદે, પ્રવિણ ચંદે, મહેન્દ્ર ઠક્કર, સુભાષ આઇયા, રાજેશ શેઠીયા, જયેશ સચદે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાયત્રી હવન બાદ પદભાર સંભાળનારા પ્રમુખ અને તેમની ટીમને આશિર્વચન આપતાં મહંત કિશોરદાસજી, સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજી, સ્વામી સુબોધમુનીજી તથા સ્વામી મીરવીદાસજીએ સમાજની જવાબદારીમાં કડીરૂપ બની નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ કાર્યો કરવાની શીખ આપી હતી.

વેળાએ મહાજન દ્વારા કરવામાં આવતાં સમાજલક્ષી કાર્યો માટે વિવિધ દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી જેમાં પ્રમુખ કિરણ ગણાત્રા તરફથી રૂા. 1,11,000, ઉપપ્રમુખ નવીન આઇયા તરફથી રૂા. 1,11,000, જેઠાલાલ ઠક્કર તરફથી રૂા. 1,11,000, પોપટલાલ શેઠીયા પરિવાર વતી રાજુભાઇ અને સતીષભાઇ તરફથી રૂા. 1,11,000, રસિકલાલ કતીરા મેમોરીયલ ટ્રસ્ટ વતી હરેશ કતીરા તરફથી રૂા. 1,11,000, દિપક દયારામ ઠક્કર તરફથી રૂા. 51,000, એડવોકેટ અવનીશ ઠક્કર તરફથી રૂા. 25,000, હર્ષદ ઠક્કર તરફથી રૂા. 25,000, જયંત ઠક્કર તરફથી રૂા. 25,000, નિલેશ ચંદે તરફથી રૂા. 25,000, જગદીશ ઠક્કર તરફથી રૂા. 25,000, કેતન ઠક્કર તરફથી રૂા. 25,000, ડો. મુકેશ ચંદે તરફથી રૂા. 25,000, જયંતિલાલ ઠક્કર તરફથી રૂા. 25,000, નરોત્તમભાઇ તથા ધરમશીભાઇ અનમ તરફથી રૂા. 25,000, રવિલાલ ઠક્કર પરિવાર તરફથી રૂા. 11,000 તેમજ મુકેશ પારી તરફથી રૂા. 11,000 એમ કુલ્લ 8,53,000નું દાન એકઠું થયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોએ સમાજને લગતાં કોઇપણ કાર્ય માટે ઉપયોગી થવા તત્પરતા દાખવી હતી.

આયોજનને સફળ બનાવવા હર્ષદ ઠક્કર, ઘનશ્યામ ઠક્કર, જીજ્ઞેશ ઠક્કર, નરેશ સોમૈયા સુશીલાબેન આચાર્ય, હસુમતીબેન કોટક, પંકજબેન રામાણી સહિતના જ્ઞાતિના સક્રિય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

કારોબારીની નિમણૂંક વેળાએ ગાયત્રી હવન કરી રહેલા પદાધિકારીઓ.

કારોબારી નિયુક્તિ પ્રસંગે ગાયત્રી હવન

ગાયત્રી હવન સાથે પ્રમુખે પદ સંભાળ્યું : દાતાઓ વરસતાં 8.53 લાખ એકત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો