તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સત્તાધારીઓ દ્વારા ગ્રામીણ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાધારીઓ દ્વારા ગ્રામીણ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષાંતસુધી કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનારી છે. જેમાં સરપંચ અને વોર્ડના પ્રકારો પણ નિયત કરાયા છે તેમ છતાં સત્તાપક્ષના પદાધિકારીઓ દ્વારા ચૂંટણી રોટેશન બાદ વ્યવસ્થા ખોરવવામાં આવે છે તેના કરતાં ચૂંટણી પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવે તેવી આવેદનપત્ર સહિતની રજૂઆત જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે અધિક કલેકટર ઇન્દ્રજિતસિંહ વાળાને આવેદન સુપરત કરીને જણાવ્યું હતું કે, પંચાયતનોી ચૂંટણી 2016માં સરપંચોની બેઠક વ્યવસ્થા નિયમો આધારિત છે કે કેમ તેની ચકાસણી થવી જોઇએ. તો અમુક ગામો રોટેશનમાં સતત અનામત બેઠકો નક્કી થાય છે પણ અમુકમાં સતત સામાન્ય પ્રકારે જાહેર થાય છે તો નિયમોની ચોક્કસ અમલવારી થવી જોઇએ, જ્યાં અનુસૂચિત જન જાતિના મતદાર હોવા છતાં તે બેઠક જાહેર કરાઇ છે તેનો સાનુકૂળ નિર્ણય લેવો જોઇએ.

મતયાદીનો પ્રચાર પ્રસાર કરવા તથા ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ, અધિકારીઓના નામ, હોદ્દા, મોબાઇલ ફોન નંબર સાર્વજનિક રીતે જાહેર કરવા પણ જણાવાયું હતું.

આવેદન આપતી વખતે પીઢ કોંગ્રેસી આદમ ચાકી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલ, ઉપનેતા કિશોરસિંહ જાડેજા, તકીશા સૈયદ, આમીરઅલી લોઢિયા, રફીક મારા, ગની કુંભાર સહિતનાઓ જોડાયા હતા.

અા ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારીને એમ પણ રજૂઆત કરાઇ હતી કે, જીલ્લામાં ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ તથા સસ્તા અનાજની દૂકાનમાં પાત્રતા ધરાવતા લોકો નિયમો અને વિસંગતતાઓના કારણે પુરવઠાથી વંચિત રહે છે.

વધુમાં, મા અન્નપૂર્ણા યોજના શરૂ થતાં એપીએલને જથ્થો અાપવાનું બંધ કરી નંખાયું છે, જેને ફરીથી આપવું જોઇએ. તો શહેરી અને ગ્રામીણ વીસતારોમાં સર્વે દરમિયાન પણ કેટલાય રહી ગયા છે. લાભાર્થીઓને માથાદીઠ કે કુટુંબદીઠ કેટલો અનાજ, તેલ કે ખાંડનો જથ્થો ફાળવાય છે તેની જાણકારી આપવા પણ માગણી કરાઇ હતી.

જિલ્લા કોંગ્રેસે સમાહર્તાને લેખિતમાં રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો