તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નગરસેવકની રેસ્ટોરન્ટમાંથી બે બાળમજુરો મુક્ત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરસેવકની રેસ્ટોરન્ટમાંથી બે બાળમજુરો મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંએસ.ટી. બસ્ટ સ્ટૅશન રોડ પર આવેલી મહારાજા પાઉંભાજીમાં બુધવારે શ્રમ વિભાગે દરોડો પાડી તેમાં કામ કરી રહેલા બે બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. રેસ્ટોરંટ ભાજપના નગરસેવકનું છે જેના કારણે શહેરમાં ઘટનાના પગલે ચર્ચાનો દોર છેડાયો હતો.

બસ સ્ટેશન પર આવેલી ખ્યાતનામ મહારાજા પાઉંભાજીમાં ગાંધીધામના શ્રમ આયુક્ત કચેરી દ્વારા દરોડો પાડી ત્યાં કામ કરી રહેલા 14 વર્ષની નાની વયની એક બાળકી અને એક બાળકને છોડાવવામાં આવ્યા હતા. અહિ નોંધવુ રહ્યુ કે રેસ્ટોરંટના માલિક રાહુલ ગોર માત્ર ભુજ નગરપાલિકાના નગર સેવક છે પરંતુ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મંત્રીની પણ જવાબદારી ધરાવે છે. તાજેતરમાંજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બાળમજુરીથી મુક્ત સમાજ માટેની સંમેલન યોજ્યુ હતુ ત્યારે તેજ પાર્ટીના સ્થાનિક અગ્રણીની માલીકીના આહારગ્રુહમાંથી બાળમજુરો પકડાવા તે પોતેજ એક મોટૉ પ્રશ્ન સર્જે છે. મુક્ત કરાયેલી બાળકીને મહિલા કલ્યાણ કેન્દ્ર અને બાળકને ચીલ્ડ્રન હોમમાં મોકલી દેવાયા છે. ગાંધીધામના લેબર ઓફિસર સોનીની આગેવાનીમાં હાથ ધરાયેલી કામગીરી બાદ મોટા પ્રમાણમાં દબાણ આવ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી તથા મોડી રાત સુધી અધિકારીઓના ફોન બંધ આવતા હતા.

ભુજની મહારાજા પાઉંભાજીમાં ગાંધીધામ શ્રમ આયોગે દરોડો પાડતા ચકચાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો