તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરકારી નોકરી અપાવવા કોન્ટ્રાકટરે યુવતી પાસે બિભત્સ માગણી મૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી અપાવવા કોન્ટ્રાકટરે યુવતી પાસે બિભત્સ માગણી મૂકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંસરકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બદલામાં કોન્ટ્રાકટરે યુવતી પાસે બિભત્સ માગણી મૂકી હોવાથી યુવતીના પરિવારજનોએ કોન્ટ્રાકટરને જિલ્લા પંચાયતની કચેરીમાં મહાપ્રસાદ ચખાડ્યો હતો.

શહેરમાં જિલ્લા પંચાયતની કચેરીમાં ડી. એસ. એન્ટરપ્રાઇઝના માલિક દિનેશ પરમારને 10 કોમ્પ્યુટર ઓપરેટર પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેણે એક પરિણીતાને સરકારી કચેરીમાં હંગારી ધોરણે નોકરીએ રાખી હતી. જેને 1 દિવસ માટે કામ પર બોલાવી પણ હતી. ત્યારબાદ મોબાઇલ મારફતે કોલ કરી નોકરીએ રાખવાના બદલમાં તેની પાસે બિભત્સ માગણી મૂકી હતી. જેથી યુવતીએ તેના સાસરિયા અને પિયરીઆને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેના પગલે બુધવારના કચેરી ખુલવાના સમયે યુવતી તેના સસરા, પતિ, ભાઇ અને પિતા સાથે આવી હતી. એક બાજુ કચેરીના સભા ખંડ અંદર સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંવાદ મૂકી વાદ-વિવાદ ચાલતો હતો અને બીજી બાજુ કોન્ટ્રાકટર અને યુવતીના પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં યુવતીના પરિવારજનોએ મહાપ્રસાદ ચખાડ્યો હતો. બાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી પાસે રજુઆત કરી હતી.

જિલ્લા પંચાયત પરીસરમાં કોન્ટ્રાકટરને માર મારી રહેલા યુવતી અને તેના પરિવારજનો તો બાજુમાં કોન્ટ્રાકટર.

ખરાઇ કર્યા બાદ પગલા ભરાશે

જિલ્લાવિકાસ અધિકારી સી. જે. પટેલે જણાવ્યું હતું કે, મારી પાસે રજુઆત કરવા આવ્યા હતા. બંને પક્ષોને સાંભળી, તપાસ કરી, ઉચિત પગલા ભરવામાં આવશે.

છેડતી કરનારાને જાહેરમાં યુવતિએ માર માર્યો

ડીડીઓનું ધ્યાન દોર્યું છે

જિલ્લાપંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય સભા ચાલુ હતી ત્યારે ઘટના બની હતી એટલે શું થયું હું જાણતી નથી પરંતુ મારી પાસે રજુઆત કરવા આવ્યા હતા અને મેં જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું છે.

પરિણીતાના સસરા અને પિયરીઆએ જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં કોન્ટ્રાકટરને મહાપ્રસાદ ચખાડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો