શિક્ષણમંત્રી 3 દિવસ કચ્છમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાશિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તા.15થી 17 સુધીના ત્રણ દિવસના જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા.15/6ના સવારે 8 કલાકે શાળા નં.17, કોમર્સ કોલેજ સામે, કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે 2:30 કલાકે ઈન્દિરાબાઇ ગર્લ્‍સ હાઈસ્કૂલ,કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. બીજા દિવસે તા.16ના સવારે 8 કલાકે ભુજ શાળા નં.11, રામકૃષ્ણ કોલોની, ભુજ ખાતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદ 11:30 કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે. બપોરે 2:30 કલાકે સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં અને ત્રીજા દિવસે આદિપુરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...