• Gujarati News
  • National
  • ગોંડલ ભુજ બસની ધીમી સ્પીડ મુદ્દે મુસાફરોનો હંગામો

ગોંડલ-ભુજ બસની ધીમી સ્પીડ મુદ્દે મુસાફરોનો હંગામો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલભુજ રૂટની બસની ધીમી સ્પીડથી નારાજ થયેલા મુસાફરોએ મોરબી બસ ડેપોમાં હંગામો મચાવી દીધો હતો અને બે બસોને રોકી રાખતા એસ.ટી. વિભાગની આંખ ખુલી હતી અને ભારે બબાલ થયા બાદ આખરે મુસાફરોની માંગ સ્વીકારીને બસની સ્પીડ વધારી આપતા મામલો થાળે પડ્યો હતો.

મંગળવારે સવારે ગોંડલથી ભૂજ જવા નીકળેલી બે બસો મોરબી બસ ડેપોમાં પહોંચી ત્યારે બસોની ધીમી સ્પીડથી ત્રાસી ગયેલા મુસાફરોની ધીરજ ખૂટી જવા પામી હતી અને ત્રસ્ત બનેલા મુસાફરોએ તંત્ર સામે મોરચો માંડ્યો હતો. બસની સ્પીડ માંડ ૫૦ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવતી હોય છે, ત્યારે મોરબી પહોંચેલી બંને બસોના મુસાફરોએ ધમાલ મચાવી હતી અને ધીમી સ્પીડ પ્રત્યે નારાજગી વ્યકત કરીને બંને બસો રોકી રાખી હતી ભારે રકઝક પણ થયા બાદ આખરે એસ.ટી. તંત્રે બસોની સ્પીડ વધારી આપવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...