• Gujarati News
  • National
  • ગુજરાતભરમાં મેઘાના મંડાણ થતા ચિંતાના વાદળો ઘેરાયા

ગુજરાતભરમાં મેઘાના મંડાણ થતા ચિંતાના વાદળો ઘેરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર .ભાવનગર 14 જૂન

વર્ષેજૂનનો મધ્ય ભાગ આવી ગયો હોવા છતાં સમગ્ર ગુજરાતમાં ક્યાંય વરસાદના વાવડ નથી. સમગ્ર ગુજરાતમાં પણ ગત વર્ષ 14મી જૂન સુધીમાં સરેરાશ 29 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

વર્ષે રાજ્યમાં જૂનના બીજા સપ્તાહમાં હિટવેવ વરસી રહ્યો છે. ચોમાસાના આરંભ અને આકાશમાંથી શીતળવર્ષાને બદલે ગગનમાંથી અગનવર્ષા વરસી રહી છે. ગત વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘાના વિધિવત મંડાણ થઇ ગયા હતા અને વાવણીલાયક વરસાદ પણ વરસી ગયો હતો જ્યારે વર્ષે હજી ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પરિસ્થિતિમાં વર્ષે ચોમાસાના આગમનને લઇનેુ ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે.

ચીખલીમાં ગત સોમવારની રાત્રિએ વરસાદી ઝાપટું પડયું હતું. જેનાથી આજુબાજુના વિસ્તારમાં ઠંડકનુ વાતાવરણ જોવા મળ્યું હતું.

ચોમાસાની શરૂઆતનો અહેસાસ કરાવતુ લગભગ 10 મિનિટ જેટલુ જોરદાર ઝાપટુ પડ્યું હતું.

ચીખલીમાં વરસાદી ઝાપટાં

21મી પછી સારો વરસાદ

^ભડલી વાક્યો, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓનું વર્તન, લોકવાયકાઓ, હોળી તથા અખાત્રીજના પવનના આધારે વરસાદના વરતારા મુજબ વર્ષે 20 જૂનથી 24 જૂન દરમિયાન વાવણીલાયક વરસાદ થશે અને વર્ષે વરસાદના પ્રથમ રાઉન્ડમાં 4થી 5 ઇંચ વરસાદ વરસતા વાવણી થશે. ખાસ તો 22 જૂનથી 24 જૂન વચ્ચે સારો વરસાદ વરસશે. > ભગવાનભાઇસુરાણી, કુમારપ્પામહાવિદ્યાલય, ગઢડા

વિસ્તાર કુલ ટકાવારી સિઝનનો વરસાદ વરસાદ

કચ્છ133.38 387

ઉત્તરગુજરાત 4.510.67 677

મધ્યગુજરાત 16.372.10 781

સૌરાષ્ટ્ર30.714.87 643

દક્ષિણગુજરાત 71.845.30 1356

ગત વર્ષે 14 જૂનની સ્થિતિ

જૂનના બીજા સપ્તાહમાં થઈ રહી છે અગનવર્ષા

અન્ય સમાચારો પણ છે...