• Gujarati News
  • National
  • નાગોર રોડ પર ફેક્ટરીમાં આગ વ્હાઇટ કોલનો જથ્થો સ્વાહા

નાગોર રોડ પર ફેક્ટરીમાં આગ વ્હાઇટ કોલનો જથ્થો સ્વાહા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના નાગોર રોડ પર આવેલી વ્હાઇટ કોલની ફેક્ટરીમાં ગત 6 જૂનના સવારના ભાગમાં અચાનક આગ લાગતાં ગોડાઉનમાં પડેલો અંદાજીત 200 ટન માલ (કિંમત આશરે 25થી 28 લાખ) બળીને ખાખ થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી, પરંતુ બેથી અઢી કલાકની જહેમત બાદ આગને કાબૂ કરવામાં આવી હતી.

ફેક્ટરીના પ્રોપરાઇટર લતીફ એ. ચાકીએ જણાવ્યું હતું કે, નાગોર લખુરાઇ રોડ પર સર્વે નંબર 495/1માં આવેલી તેમની એલ.જી. વ્હાઇટ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ગત 6 જૂનના સવારના અરસામાં અકસ્માતે આગ લાગી ગઇ હતી. ઘટના અંગે તેમની ફેક્ટરીમાં કામ કરતા કામદારોએ તેમને જાણ કરી હતી. આગમાં ગોડાઉનમાં પડેલો એરંડા અને મગફળી ફોતરીના રો-મટિરીયલનો જથ્થો 150થી 200 ટન આગમાં સળગી ગયો હતો. અા બનાવમાં અંદાજીત 25થી 28 લાખનું નુકસાન થયું હતું, આગની ઘટના અંગે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. અગ્નિશામકના ફાયરમેન પ્રતીકભાઇ મકવાણા, વિશાલભાઇ ગોર, અશોકભાઇ મકવાણાએ બેથી અઢી કલાકની જહેમત ઉઠાવી આગને કાબૂમાં લઇ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...