• Gujarati News
  • National
  • લોકોના પ્રશ્નો સરકાર સમક્ષ લઇ જવા સમિતિનું ગઠન

લોકોના પ્રશ્નો સરકાર સમક્ષ લઇ જવા સમિતિનું ગઠન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંવધતી બેરોજગારી, કથળેલું શિક્ષણ, મોંઘવારી, ખેડૂતો અને માલધારીઓના પ્રશ્નોને વાચા આપવા તથા તેના ઉકેલ માટે સરકારમાં અસરકારક રજૂઆત કરીને તેનું નિરાકરણ થાય ત્યાં સુધી પ્રયત્નો કરવા ભુજમાં જન માનવ કલ્યાણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. સમિતિ રાજ્ય કક્ષાએ પોતાનું કાર્યક્ષેત્ર વિકસાવશે.

સોમવારે યોજાયલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા સમિતિના સ્થાપક પ્રમુખ એચ.પી. મીશણે જણાવ્યું હતું કે, સરકાર વિકાસની વાતો કરે છે, પણ શિક્ષિત બેરોજગારો, મોંઘવારી વધતા જાય છે. માત્ર કચ્છ જિલ્લામાં 50000 શિક્ષિત બેરોજગારો નોકરી વિના બેઠા છે.

કચ્છમાં ઉદ્યોગો વધ્યા છે, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી. કચ્છનો શિક્ષિત યુવાન બેકાર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, સરકાર કૃષિમહોત્સવ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, છતાં પણ ખેડૂતને કોઇ ફોયદો થતો નથી. માલધારી પશુપાલકોની સ્થિતિ પણ આવી છે. દૂધનો ફેટ મુજબ ભાવ ચૂકવાય છે, તે ત્રણ વર્ષ જૂનો છે. આજે ખડ-ભૂંસાના ભાવો ત્રણ ગણા વધી ગયા છે.

ટોલટેક્સ શબવાહિની પાસેથી પણ લેવામાં આવે છે, જ્યારે વાહન નવું ખરીદાય છે, ત્યારે આર.ટી.ઓ.ને બધા ટેક્સ ચૂકવી દેવામાં આવે છે, તો ટોલટેક્સ શા માટેω પી.જી.વી.સી.એલ.માં એપ્રેન્ટિસશિપ કરેલા યુવાનો ત્રણ વર્ષથી બેકાર ફરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા જાય છે, સરકારનું તેના ઉપર કોઇ નિયંત્રણ નથી.

બેરોજગારો, ખેડૂતો અને બુદ્ધિજીવીઓને સંગઠનમાં સભ્ય બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કોઇ સભ્યફી નથી. સરકારને પ્રશ્નો રજૂ કરાશે અને જો કોઇ ઉકેલ નહીં આવે તો સંગઠન માનવ અધિકારમાં રજૂઆત કરશે.સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે મુદ્દો મહત્વનો રહેશે તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...