તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે વ્હોટ્સ એપ પર કિડની બચાવો પુસ્તક વાંચી શકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે વ્હોટ્સ-એપ પર કિડની બચાવો પુસ્તક વાંચી શકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનાનિષ્ણાત તબીબ દ્વારા કિડની બચાવો પુસ્તકને 26 ભાષામાં વેબસાઇટ પર મુકાયા બાદ અત્યાર સુધી તેને બે કરોડથી વધુ હિટ્સ મળતાં હવે લોકો વ્હોટ્સ-એપ પર પણ તેને વાંચી શકે તેવો પ્રોજેક્ટ અમલી બનાવીને તાજેતરમાં તેનું લોકાર્પણ કરાયું હતું.

વિશ્વભરના લોકો અને કિડનીના દર્દીઓને વ્હોટ્સ-એપના માધ્યમથી વિના મૂલ્યે 200 પાનાનું પુસ્તક મળી રહે તે આશય સાથે નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડ્યાએ બનાવેલા પ્રોજેક્ટનું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચના ચેરમેન ડો. ભરત કાકડિયાએ લોકાર્પણ કર્યું હતું. 26 ભાષામાં મુકાયેલા પુસ્તકને વ્હોટ્સ-એપ પર મેળવવા મો. નં. 94269 33238 પર વ્હોટ્સ-એપ કરવા તબીબની યાદીમાં જણાવાયું હતું. હવે સેલફોનમાં 4જી સુવિધા શરૂ થઇ હોવાથી પુસ્તકને આસાનીથી વાંચી શકાશે તેમ ડો. પંડ્યાએ ઉમેર્યું હતું. તકે કિડનીના રોગને અટકાવવા તેમણે કેટલાક સૂચનો પણ કર્યાં હતાં, જેમાં નિયમિત કસરત, વ્યસન મુક્તિ, પૌષ્ટિક ખોરાક, પાણી વધારે પીવા અને નિયમિત આરોગ્ય ચકાસણી પર તેમણે ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કિડની ફાઉન્ડેશન દ્વારા અગાઉ વેબસાઇટ પર મુકાયેલા પુસ્તકને 2.80 કરોડ જેટલા હિટ્સ મળ્યા છે, જેના પગલે વધુ લોકભોગ્ય બને તે હેતુથી સોશિયલ મીડિયા પર પણ તેને મુકાયું છે.

રાજકોટમાં નેફ્રોલોજીસ્ટ દ્વારા કરાયું લોકાર્પણ

નિ:શુલ્ક વેબસાઇટને મળ્યો પ્રચંડ પ્રતિસાદ

કિડની અંગેની બુકનું લોકાર્પણ

કિડની વિષયક બુકનું લોકાર્પણ કરી રહેલા તબીબો અને લેખક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો