તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી શિવલખા બસ ભરચક : છાત્રોને નકામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી-શિવલખા બસ ભરચક : છાત્રોને નકામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી-શિવલખાબસ ચાલુ હોવા છતાં લાંબા રૂટની બસ હોવાથી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉપયોગમાં નથી આવી શકતી અને છાત્રોને છકડાભાડું ખર્ચી પોતાને ગામ પહોંચવું પડે છે.

લાંબા સમયથી અને અનેક વ્યક્તિઓની મધ્યસ્થી બાદ એસ.ટી.ના અધિકારીઓ દ્વારા માંડવીથી શિવલખા બસ મંજૂર આવી છે, પરંતુ બસ લાંબા અંતરની હોવાના કારણે ઉપરથી ખીચોખીચ ભરાઇને આવતી હોવાથી છાત્રો માટે બસમાં ચડવું મુશ્કેલ થઇ પડે છે અને આને કારણે લાકડિયા આજુબાજુના 15થી 20 ગામો જેવા કે શિવલખા, ખોડાસર, ચિત્રોડ, માણબા વગેરેના પચાસેક જેટલા વિદ્યાર્થીઓ મુખ્ય હાઇસ્કૂલમાં ભણવા આવતા હોઇ છાત્રો માટે વિદ્યાર્થી શટલ ચાલુ કરવામાં આવે, તો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે, તેવું સૂચન શિવલખાના નરેશ પુરોહિતે કર્યું હતું.

અંગે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે એસ.ટી.ના વિભાગીય નિયામકને લેખિતમાં જાણ કર્યા મુજબ વર્ષોથી ચાલતી ભુજ-રોડાસર-પીપર બસ અચાનક બંધ કરી દેવાતાં બસમાં અપ-ડાઉન કરતા છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોઇ તાત્કાલિક બસ શરૂ કરવા ધારાસભ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

લાકડિયા સુધી વિદ્યાર્થી શટલ ચલાવવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો