તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ પેન્શનર્સ એસો. માત્ર કાગળ પર નથી, પ્રવૃત્તિમય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ પેન્શનર્સ એસો. માત્ર કાગળ પર નથી, પ્રવૃત્તિમય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંપેન્શનર એસો.ની નોંધણી કરાવી નવું માળખું રચવાની માંગ સાથે કચ્છ પેન્શનર્સ એસો. માત્ર કાગળ પર છે. તેવા વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ આપનારા કદાચ તેમની સમજણ મુજબ સાચા હોઇ શકે, પરંતુ વયનિવૃત્તિને કારણે નિવૃત્ત થતાં પેન્શનરોના કનડતા પ્રશ્નોનું નિરાકરણ માટે કચ્છ જિલ્લા પેન્શનર્સ અસો.ની રચના સને 1976માં કરવામાં આવેલી, જેમાં 3500 કરતાં વધારે પેન્શનર્સ, વિધવા પેન્શનર્સ બહેનો કાયમી સભ્યપદ ધરાવે છે, તેવું કચ્છ જિલ્લા પેન્સનર્સ એસો.ના પૂર્વ મંત્રી જયંતી ચૌહાણે જણાવ્યું છે.

સંસ્થા નિવૃત્તોને પેન્શનને લગતા પ્રશ્નો ઉપરાંત તબીબી સેવાઓ દર માસે મેડિકલ કેમ્પ, નિષ્ણાત તબીબોના નિદાન સારવાર કેમ્પો યોજે છે. વૃદ્ધાવસ્થામાં એકલતા સાલતા વયોવૃદ્ધ ભાઇ-બહેનોને રોજિંદા જીવનમાં બદલાવ લાવવાના હેતુથી ધાર્મિકયાત્રા પ્રવાસો સંસ્થા દ્વારા યોજવામાં આવે છે, જેમાં પેન્સનરો સ્વખર્ચે જોડાય છે.

1-1-2009 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને 6ઠ્ઠા પગારપંચમાં પે-ગ્રેડ રૂા. 4200થી વંચિત રાખી રાજ્ય સરકારે અન્યાય કરવામાં આવતા રાજ્યમાં પ્રથમ કચ્છ જિલ્લા પેન્સન એસો.એ 350 પેન્સનર્સની સહી સાથે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને કલેક્ટર કચ્છ-ભુજ મારફતે આવેદનપત્ર આપી પે-ગ્રેડ મંજૂર કરવા અનુરોધ કરેલો છે.

ઉપરાંત અનેક ધાર્મિક, રાષ્ટ્રીય પર્વોની માન-સન્માન સાથે ઉજવણી કરી સદાય ધબકતી થયો, વૃદ્ધની સંસ્થા જીવન સંસ્થાને આરે બેઠેલા વૃદ્ધોને હૂંફ આપે છે જે હકીકત છે.

પેન્શનર્સનના પ્રશ્નો માટે રચના થઇ હતી : અગાઉના અહેવાલોને સંગઠનના દ્વારા વખોડાયા

પેન્શનર્સ બહેનો કાયમી સભ્યપદ ધરાવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો