તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભારતનગરના ચકચારી હત્યા કેસમાં 1ને આજીવન કારાવાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનગરના ચકચારી હત્યા કેસમાં 1ને આજીવન કારાવાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનગરખાતે હોળીના દિવસે અગાઉના ઝઘડાના મનદુ:ખમાં પિતા-પુત્રો પર હુમલો કરી એક યુવાનની હત્યા નીપજાવી હતી. કેસ અદાલતમાં ચાલી જતાં એક આરોપીને અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને અપરાધો પરત્વે કડક અભિગમ દર્શાવ્યો હતો.

વર્ષ-2011માં હોળીના દિવસ બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી સંતોષ ચૌહાણની કેફીયત અનુસાર હોળીના દિવસે તેઓ પોતાના પુત્રો સાથે સંબંધીના ઘેર પ્રસંગમાં ગયા હતા, વખતે અર્જુન બદ્રીપ્રસાદ રેગર, દિનેશ રેગર અને જેનુ ઉર્ફે ભીમસેન રેગર નામના 3 સગા ભાઇએ અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ફરિયાદીના પુત્ર મહેન્દ્ર ચૌહાણ પર છરી અને તલવારોથી ઘાતક હુમલો કર્યો હતો અને લોહી નીંગળતી હાલતમાં પુત્ર અને ભાઇને બચાવવા જતા ફરિયાદી પિતા અને તેના ત્રણ ભાઇઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

બનાવમાં મહેન્દ્રનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. બાદમાં માણસો ભેગા થઇ જતાં ત્રણેય ભાઇઓ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં મહેન્દ્ર અને તેના બે ભાઇઓ હરદેવ અને રાકેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, તો અન્ય બેને ગંભીર હાલતમાં ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ત્રણેય હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ચાલતી ટ્રાયલે અર્જુન અને દિનેશને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓ એક પણ મુદ્દતે હાજર થયા હોઇ તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજા આરોપી ભીમસેન બદ્રીપ્રસાદ રેગર વિરૂદ્ધ ટ્રાયલ ચલાવવામાં આવી હતી, જેમાં તે દોષી સાબિત થતાં અદાલતે તેને આજીવન કારાવાસની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ તરીકે હિતેષી પી. ગઢવીએ દલીલો કરી હતી જે અદાલતે ગ્રાહ્ય રાખી, સજાનો ચુકાદો આપ્યો હતો તથા 2000નો દંડ પણ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ભરપાઇ કરે, તો 6 માસની વધારાની સજા પણ ફરકાવવામાં આવી હતી.

હોળીના દિવસે 3 શખ્સોનો છરી, તલવારો વડે 5 શખ્સો પર હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો