તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રતનાલ ફાટક પહોળું નથી કરાતું સલામતીનું કારણ ધરી દેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનાલ ફાટક પહોળું નથી કરાતું સલામતીનું કારણ ધરી દેવાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.ભુજ

કચ્છમાંઔદ્યોગિકીકરણ અને વસતીવધારા બાદ ભુજથી અંજાર તરફનો વાહન વ્યવહાર વધ્યો છે. આવામાં રતનાલ રેલવે ફાટક પહોળું કરવાની માગણી અંજારના ધારાસભ્ય અને હાલના સંસદિય સચિવ વાસણભાઇ આહિરે કરી હતી. જોવાનું અે છે રજૂઆત વખતે જોરશોરથી જાહેરાત કરાઇ હતી કે રતનાલનું ફાટક પહોળું કરાશે પણ આજ દિવસ સુધી તેને લગતી કોઇ કાર્યવાહી જણાઇ નથી. મહત્ત્વનો મુદ્દો છે કે, રેલવેઅે કામગીરીના ખર્ચ પેટે રૂપિયા 86,37,828 પશ્ચિમ રેલવેને ભરપાઇ થઇ ગયા છતાં કોઇ ગતિવિધિ થઇ નથી.

મળતી માહિતી પ્રમાણે અંજાર તાલુકાના રતનાલનું ફાટક પહોળું કરવા માટે ધારાસભ્ય દ્વારા 22મી ઓગસ્ટ-2014ના પશ્ચિમ રેલવેને લેખિત રજૂઆત કરાઇ હતી. તેના પ્રતિભાવરૂપે એજીએમ રવિન્દર ગુપ્તા દ્વારા અેમ જણાવાયું હતું કે, કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિશ્ચિત રકમ ડિપોઝિટ કરી નખાઇ છે અને તેના ટેન્ડર માર્ચ-2015માં ખોલવામાં આવશે. ત્યારથી આજ સુધી પ્રક્રિયા અટવાઇ પડી છે. માહિતગારોના કહેવા મુજબ કામગીરી પાર પાડવા માટે એક કે બે દિવસ રસ્તો બંધ રાખવો પડે અને વાહનોને બાયપાસ રસ્તે દોડાવવા પડે, તેવી વ્યવસ્થા કરવાની ગૂંચવણના કારણે પણ કારણે પણ કામગીરીમાં સતત વિલંબ થાય છે.

મામલે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઓપરેશન ઇન્ચાર્જ અને કચ્છના પૂર્વ એરિયા રેલવે મેનેજર મધુકર રોતે કહ્યું હતું કે, સેફ્ટી ડિપાર્ટમેન્ટ પાસે પ્રકરણ છે. ફાટક એવી રીતે પહોળું કરવાનું છે કે, જેમાં ટ્રેનને રસ્તો દેખાઇ શકે અને લોકોને ટ્રેન દેખાઇ શકે. સુરક્ષાના મુદ્દાના કારણે રિવર્કિંગ થઇ રહ્યું છે અને તે થયા બાદ કામ આગળ વધી શકશે.

ફાટકની મુશ્કેલીને લીધે થતો ટ્રાફિકજામ

ભુજથી અંજાર તરફનો ટ્રાફિક વધતો જતો હોવા છતાં સમસ્યા ધ્યાને લેવાતી નથી

પશ્ચિમ રેલવેને 86.37 લાખ ભરાઇ ગયા હોવા છતાં કોઇ કાર્યવાહી નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો