તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં ટ્રેનોના સ્ટોપેજ મુદ્દે થતો અન્યાય એમનો એમ !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં ટ્રેનોના સ્ટોપેજ મુદ્દે થતો અન્યાય એમનો એમ !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનેવર્ષોથી થઇ રહેલો ટ્રેનોના સ્ટોપેજ માટેનો અન્યાય યથાવત રહ્યો છે. પશ્ચિમ રેલવેના માળખાંમાં અંજાર સબડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર હોવા છતાં અંજારમાં રેલવેની સુવિધાઓ અને સ્ટોપેજમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભુજથી શરૂ થતી 3 મહત્ત્વની ટ્રેનને અંજારમાં સ્ટોપેજ અપાતાં અંજારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અંજાર રેલવે પૂર્વ કચ્છનું સબ ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર હોવા છતાં અંજાર રેલવે સ્ટેશનમાં સુવિધાના નામે ફક્ત બે ઓરડા અને શેડ નાખી દેવામાં આવ્યા છે, તે ઓછું હોય તેમ અંજારના રેલવે સ્ટેશન પર રોકાતી ટ્રેનોમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. કચ્છના લોકોને રોજગાર અર્થે મુંબઇ સાથે જૂનો નાતો છે, ત્યારે અંજારના લોકોને ભુજથી નીકળતી ભુજ-દાદર, ભુજ-બાન્દ્રા અને ભુજ-શાલીમાર ટ્રેનોને અંજારમાં કાયમી સ્ટોપેજ અપાતાં અંજારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંજારમાં સ્ટોપેજનો હક્ક લેવા પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે રેલવેના અધિકારીઓ દ્વારા મામલે ટિકિટ ઓછી નીકળતી હોવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું, પરંતુ આદિપુર કરતાં ટિકિટ વધુ નીકળતી હોવા છતાં અંજારમાં કાયમી સ્ટોપેજ મામલે પક્ષપાતભર્યું વલણ રાખવામાં આવી રહ્યું છે. મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રેલવેના એરિયા મેનેજર કુશાગ્ર મિત્તલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ સંપર્ક થઇ શક્યો હતો. મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે, અંગે માગણી કરેલી છે. જો કોઇ નિવેડો નહીં આવે તો ફરી અરજી કરવામાં આવશે.

રેલવેના ઇતિહાસમાં અંજારનું મહત્ત્વ

મહત્ત્વનું છે કે, ભૂકંપ બાદ સમીકરણો બદલાતાં અંજારમાં રેલવે દ્વારા સુવિધાઓમાં અન્યાય શરૂ થઇ ગયો હોવાનો આક્ષેપ કરાય છે, પરંતુ રેવલેના ઇતિહાસમાં અંજાર મહત્ત્વનો અધ્યાય બની રહ્યો હતો. 110 વર્ષ જૂના અંજાર રેલવે સ્ટેશન એવા અંજાર જંક્શનમાં અંજાર તુણા વચ્ચે કચ્છનો પ્રથમ રેલવે રૂટ શરૂ કરાયો હતો, તો બાદમાં જૂના કંડલા અને ભુજ રેલવે જંક્શનનો ક્રમશ: વિકાસ કરાયો હતો. અંજારમાં 25 ફેબ્રુઆરી-2014ના દિવસે અંજારના જાગૃત આગેવાનો માટે ધરણા પર ઉતરતાં તેમના પર લાઠીચાર્જ પણ કરાયો હતો. અંજારને સ્ટોપેજ મામલે અન્યાય તુરંત બંધ થાય તેવી લોકોએ માગ કરી હતી.

ભુજની 3 ટ્રેનને આદિપુર સ્ટોપેજ અપાય તો અંજાર સાથે અન્યાય કેમω ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો