તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ પવન અને સૌર ઉર્જા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળ છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ પવન અને સૌર ઉર્જા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળ છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંકાર્યરત ઉદ્યોગોને ગુજરાત રાજ્યમાં લાગુ પડતી રિન્યુએબલ પાવર સાથે જોડાયેલી તમામ ટેક્નિકલ અને કાનૂની નીતિઓ અને નિયમો વિશે પરિચિત કરવાના આશયથી ભુજમાં નવીનીકરણીય ઉર્જા નીતિ અને નિયમન પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છને પવન અને સૌર ઉર્જાનું શ્રેષ્ઠ સ્થળ ગણાવાયું હતું. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગેટકો અંજાર સર્કલના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એન.કે. સોલંકી, ફોકીઅાના એમડી નિમિષ ફડકે અને જોઈન્ટ એમડી તલકશી નંદુ હાજર રહ્યા હતા.

સેમિનારમાં જણાવવાયા મુજબ ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ગ્રીનહાઉસ ગેસ (જીએચજી) ઉત્સર્જક છે અને વૈશ્વિક ઉત્સર્જનના આશરે 5.8 ટકા હિસ્સો ધરાવે છે. ભારત માથાદીઠ લગભગ 2 ટન CO₂ પેદા કરે છે અને વર્ષ 2020 સુધી તીવ્રતા 20-25 ટકા ઘટાડવા પ્રતિજ્ઞા લીધી છે. ઉદ્યોગો માટેની હાલના પાવરના દરો અને પ્રોત્સાહક નીતિ-નિયમોને ધ્યાનમાં લઈ હવે નવીનીકરણીય ઉર્જા પરંપરાગત ઉર્જા સ્રોતો સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યું છે તથા વિન્ડ અને સોલાર પાવરના ઉત્પાદન માટેની મૂડીખર્ચ પણ કોલસા આધારિત વીજમથક જેટલી થઈ ગઈ છે.

કચ્છ વિશ્વ સ્તરે પવન અને સૌર ઉર્જાના ઉત્પાદન માટેનું આદર્શ સ્થળ છે. જિલ્લામા 1750 મેગાવોટ વિન્ડ પાવર તથા 150 સોલાર પાવર ઉત્પાદન થઇ રહ્યું છે અને હજુ પણ વધુ ઉત્પાદન માટે સક્ષમ છે તેમ જણાવાયું હતું.

સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞો

ભુજમાં ફોકીઆ દ્વારા નવીનીકરણીય ઉર્જા વિશે યોજાયો સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો