તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નલિયા APMCમાં ઘઉંની મર્યાદિત ખરીદીથી ખેડૂતોને નુકસાનની રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલિયા APMCમાં ઘઉંની મર્યાદિત ખરીદીથી ખેડૂતોને નુકસાનની રાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસાતાલુકામાં વર્તમાન સમયે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે, જેને ખરીદવા સમગ્ર પંથકમાં એકમાત્ર નલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાર્યરત છે, પણ તેમાં દૈનિક માત્ર 50 જેટલી ગુણીનો વેપાર થતો હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, તેવી રજૂઆત મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કરાઇ છે.

એપીએમસીમાં માલ વેચવા આવતા કિસાનો પાસે તલાટીના દાખલા માગવામાં આવે છે, બીજી બાજુ એકથી વધારે ગામની જવાબદારી હોતાં તલાટી અઠવાડિયામાં એકજ વાર આવતા હોવાથી દાખલા મેળવવામાં મુશ્કેલી પેદા થાય છે. હાલે વેપારીઓ કિલોના 13.50ના ભાવે ખરીદી કરે છે, તેની સામે બજાર સમિતિમાં 16.25 પૈસાનો ભાવ ચાલે છે, પણ વેપારીઓ ભળેલા હોય એમ એપીએમસીમાં ઓછી ખરીદી કરવામાં આવે છે, તેવો આક્ષેપ અબડાસા ખેતીવાડી અને પશુ પાલક ઉત્પાદક કંપનીના ડાયરેક્ટર મામદ ઇશાક સંઘારે કર્યો છે. સમસ્યાના નિરાકરણ માટે કોઠારા, લાલા, ડુમરા ચાર રસ્તા અને કનકપરમાં એપીએમસી દ્વારા ઘઉંની ખરીદી માટે વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઇ છે.

ઘઉંની ખરીદી માટે વધારે કેન્દ્રો ખોલવા મુખ્યમંત્રી સમક્ષ ધા

વેપારીઓ સાથે મિલિ ભગત કરી લેવાઇ હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો