• Gujarati News
  • National
  • કચ્છમાં પવનની ગતિ વધી: સાતમ આઠમ કોરી જશે

કચ્છમાં પવનની ગતિ વધી: સાતમ-આઠમ કોરી જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છઅને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલું સર્કયુલેશન વિખેરાઇ જતાં કચ્છમાં છેલ્લા 3-4 દિવસથી જોવા મળતો શ્રાવણી સરવડિયાં રૂપી ઝરમર વરસાદના માહોલ રવિવારે વિરામ પામ્યો હતો. અને જિલ્લામાં કયા઼ય પણ ઝરમરિયા કે હળવા વરસાદના અહેવાલ મળ્યા નહોતા. સર્કયુલેશનની અસર હળવી થતાં કચ્છમાં પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભુજમાં 17 તો કંડલા પોર્ટમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા વાહનચાલકો અને રહાદારીઓને ધુળની ડમરી ઉડાળતા વેગીલા વાયરાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

દરમ્યાન ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે વિગત આપતાં કહ્યું કે સર્કયુલેશન વિખેરાઇ ગયું છે. તો ભારે વરસાદ વરસાવે તેવી કોઇ સિસ્ટમ હાલ આકાર પામતી હોવાના કારણે સાતમ-આઠમના પર્વ પર વરસાદ વરસે તેવી

અનુસંધાનપાના નં. 13

શકયતાખુબ ઓછી જણાઇ રહી છે. આમ છતાં મોન્સુન સિઝન ચાલુ હોઇ કયારેક કયારેક હળવો વરસાદ વરસી જાય તેવી સંભાવનાને પણ નકારાતી નથી. તો હાલે પવનની ગતિમાં વધારો થયો છે. અને હજુ આગામી 4 દિવસ સુધી કચ્છના મોટાભાગના વિસ્તારમાં વેગીલો પવન ફુંકાતો રહેશે તેવો વર્તારો પણ હવામાન વિભાગે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...