• Gujarati News
  • National
  • કચ્છ યુવક સંઘ દ્વારા સશસ્ત્રદળના જવાનોને રક્ષાકવચ બંધાયું

કચ્છ યુવક સંઘ દ્વારા સશસ્ત્રદળના જવાનોને રક્ષાકવચ બંધાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છયુવક સંઘ દ્વારા રાખડી પૂનમે કચ્છના સીમાડે બીએસએફના જવાનો, મુંબઇના મલાડ ખાતે નૌકાદળના ઉચ્ચાધિકારીઓને અને ડોંબીવલીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને એમ ત્રિસ્તરીય સશસ્ત્રદળના જવાનોને રાખડી બાંધી તેમની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

જિલ્લાની ભારત-પાક સરહદે આવેલી વિઘાકોટ, કોટેશ્વર અને ગુનેરી પોસ્ટ ખાતે યુવક સંઘની કાર્યકર્તા બહેનો અને બિદડાની બીબીએમ શાળાની ધો. 12ની છાત્રાઓએ જવાનોને રક્ષાકવચ બાંધતાં જવાનોને હર્ષના આંસુ આવી ગયાં હતાં.

મુંબઇમાં પણ બોરીવલી-દહિંસર શાખાની કાર્યકર્તા બહેનોએ નૌકાદળના મલાડ સ્થિત સેન્ટરમાં નૌકાદળના ઉચ્ચ અધિકારીઓને રાખડી બાંધી તેમની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તો ડોંબીવલી શાખાની કાર્યકર્તાઓએ ત્યાંના પોલીસ મથકના કર્મચારીઅોને રક્ષાકવચ બાંધી તેમની સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું.

તમામ કાર્યમાં મનીષા સાવલા, કાંતિલાલ પટેલ, દિનેશ શેઠિયા, ચંદ્રા દેઢિયા, અમીષ ગાલા, હસમુખ જોષી, ભરત ગોર સહિતના જોડાયા હતા.

કચ્છ સીમાએ અને મુંબઇમાં કાર્યકર્તા બહેનોએ બાંધી રાખડી

અન્ય સમાચારો પણ છે...