• Gujarati News
  • National
  • SMS STV અને કોમ્બો વાઉચરના લાભ રોમીંગ દરમ્યાન પણ મળશે

SMS-STV અને કોમ્બો વાઉચરના લાભ રોમીંગ દરમ્યાન પણ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસંચાર નિગમ લિમીટેડે તેના ગ્રાહકોને સ્વતંત્રતા પર્વની ભેટ આપતી એક મહત્વપુર્ણ જાહેરાત કરી છે. ઘોષણા અંતર્ગત હવેથી બીએસએનએલના એસએમએસ, એસટીવી અને કોમ્બો વાઉચરના લાભ રોમિ઼ગ પણ દરમ્યાન સતત આપતા રહેવાનો નીર્ણય લીધો છે.

સંચાર નિગમની સતાવાર યાદીમાં જણાવ્યા અનુસાર બીએસએનએલે ખરા અર્થમાં વન ઇન્ડિયા ઓફર ના સુત્રને સાર્થ કરવા માટે તેના વોઇસ અને એસએમએસના સ્પેશિયલ ટેરીફ વાઉચર ઉપરાંત કોમ્બો વાઉચરમાં મળતા તમામ પ્રકારના લાભ નેશનલ રોમીંગ દરમ્યાન આપવાનો નિર્ણય કરી આગામી સ્વાતંત્રતા પર્વ 15 ઓગષ્ટથી તેની અમલવારી કરવાનો નિર્ણય કર્યો છે.

ઓફરનો મહતમ લાભ દેશની સરહદનું રખોપું કરતા જવાનો તેમજ પત્રકારો કે જેમને પોતાના કામસર ઘરથી દુર રહેવું પડતું હોય છે. તેમને મહતમ પ્રમાણમાં મળશે.વર્તમાનમાં_ સ્પેશિયલ ટેરીફ વાઉચરના કોમ્બો વાઉચરના લાભ સ્થાનિક રાજય અને લાયસન્સ સેવાના ક્ષેત્રોમાં મળતો હતો. પણ હવે રોમીંગ દરમ્યાન પણ લાભ અવીરત મળતા રહેશે.

અત્યાર સુધી કોમ્બો પ્લાનમાં સિમીત ક્ષેત્રમાં અનલિમીટેડ વોઇસ કોલનોલાભ મળતો હતો. પણ નવી યોજનાથી બીએસએનએલ સંચાલીત તમામ ક્ષેત્રોમાં કોઇ પણ નેટવર્ક પર અનલિમીટેડ વોઇસ કોલનો લાભ ગ્રાહકો મેળવી શકશે.

બીએસએનએલે ઉપભોકતાઓને આપી સ્વતંત્રતા પર્વની ભેટ

અન્ય સમાચારો પણ છે...