તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચૂંટણીની આગોતરી અસર : 2016 17ની ગ્રાન્ટ છમાંથી 5 MLAએ 100 ટકા વાપરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની આગોતરી અસર : 2016-17ની ગ્રાન્ટ છમાંથી 5 MLAએ 100 ટકા વાપરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર. ભુજ

ધારાસભાનીચૂંટણીઓ વર્ષમાં યોજાવાની છે, ત્યારે કચ્છના લોક પ્રતિનિધિઓને તેમને મળેલી સરકારી ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કરીને મતનું રાજકારણ રમી લેવા માટે ઉજળું આંકડાકીય અને વિકાસકામોનું ચિત્ર દર્શાવાનો પ્રયાસ કર્યો છે. માર્ચમાં નાણાકીય વર્ષના અંતભાગમાં મોટાભાગની સરકારી કચેરીઓ તેમના હિસાબો મેળવવામાં પડી છે, ત્યારે કચ્છ જિલ્લામાં વિકાસકામો માટે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ્સમાંથી મોટાભાગની રકમ વપરાઇ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કચ્છના વિધાનસભ્ય પૈકી પાંચની એક કરોડ રૂપિયા પૈકીની ગ્રાન્ટ 100 ટકાથી વધુ વાપરવામાં આવી છે. સરકારી અનુદાનમાંથી રસ્તા, પાણીની સ્ટેન્ડ પોસ્ટ, બાંકડા, વીજળીકરણની સુવિધાઅો, સ્મશાન ગૃહ સહિતના કામો માટે કામગીરી કરવાની થતી હોય છે. સૌથી અગત્યની બાબતે બહાર આવી છે કે, નાણાકીય વર્ષમાં પાંચ ધારાસભ્યોની પૂરેપૂરી ગ્રાન્ટના કામોના સૂચન જિલ્લા આયોજન મંડળને મળી ગયા છે, જે 14 વર્ષમાં પ્રથમ વખત આમ બન્યું છે. સામાન્ય રીતે પ્રત્યેક ધારાસભ્યને પ્રતિ વર્ષ મળતી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટના કામો બાકી રહેતાં હોય છે જે વર્ષમાં બાકી રહેશે નહીં. નાણાકીય વર્ષ ચૂંટણી સાથે જોડાયેલું હોવાના કારણે લોકપ્રતિનિધિઓએ તેમના વિસ્તારમાં કામો થાય તે ધ્યાને રાખ્યું હોવાનું જણાઇ રહ્યું છે. કચ્છના ધારાસભ્ય પૈકી ભાજપના તમામ અને કોંગ્રેસના એક ધારાસભ્યની કુલ કરોડના બદલે રૂપિયા આઠ કરોડથી વધુ રકમના કામોના સૂચનો અપાયા હોવાનું જિલ્લા આયોજન અધિકારી એમ.આર. રાઓલે કહ્યું હતું. તો સાંસદના પાંચ કરોડ, એટીવીટી ગ્રાન્ટ સહિત 51 કરોડનું અનુદાન જિલ્લા માટે નિર્ધારાયું હોય છે.

14 વર્ષનાઇતિહાસમાં નાણાકીય વર્ષમાં પ્રથમ વખત ધારી સફળતા

જિલ્લા આયોજન સમિતિની કામગીરી માટે રાહ જોવાય છે

2016માં રાજ્યમાં વસતિના અાધારે પાલિકાઓ અને જિલ્લા પંચાયતના સભ્યો પૈકીની આયોજન મંડળની સમિતિ રચવામાં આવી છે. જોકે, હજુ સુધી સંસ્થાઓમાંથી આયોજન મંડળની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની એક પણ બેઠક બોલાવાઇ નથી. એક તબક્કે સભ્યોએ તેમના વિસ્તાર સહિત વિવિધ વિભાગોમાં થનારા અને કરવામાં આવનારા કામો અંગે સૂચનો કરવાના થશે અને મોનિટરિંગની જવાબદારી પણ આવશે, પણ હજુ સુધી અંગે એક પણ બેઠક યોજાઇ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારમાંથી અંગેની માર્ગદર્શિકાની રાહ જોવાઇ રહી છે.

પ્રવાસન સ્થળોના વિકાસ માટે નવા સ્થળો સૂચવાશે

થોડાસમય પહેલાં મળેલી બેઠકમાં પ્રવાસન સ્થળો વિકસાવવાની જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે. માટે 15 કરોડની રકમ પણ નિયત કરાઇ છે. હાલમાં ધોળાવીરા, થાન-ધિણોધર, માતાના મઢ, અંજાર જેસલ-તોરલ સમાધિ, લખપત કિલ્લાનો વિકાસ કરવાનું નક્કી કરાયું છે. સહેલાણીઓની સંખ્યામાં કેમ વધારો થાય અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટેના હેતુ સાથે રકમ તેમાં વપરાશે. આગામી સમયમાં માંડવી બીચ, હાજીપીર, કાળો ડુંગર સહિતના સ્થાનો ટુરિઝમ વિભાગને સૂચવાશે.

ધારાસભ્ય મત વિસ્તાર જોગવાઇ (રૂ) સૂચવેલા કામો (‌રૂ)

પંકજભાઇમહેતા રાપર 10000000 17914548

શક્તિસિંહ ગોહિલ અબડાસા 10000000 9156000

વાસણભાઇ આહિર અંજાર 10000000 12852300

તારાચંદભાઇ છેડા માંડવી 10000000 18091560

રમેશભાઇ મહેશ્વરી ગાંધીધામ 10000000 16670000

ડો.નિમાબેન આચાર્ય ભુજ 10000000 11592000

કુલ 60000000 862764085

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો