તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં અલાયદી RTO કચેરી માટે અંતે મળી મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં અલાયદી RTO કચેરી માટે અંતે મળી મંજૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારસહિત પૂર્વ કચ્છમાં વર્ષોથી કરેલી માગ આજે પૂરી કરતાં ગુજરાતના વાહન વ્યવહાર મંત્રીએ અંજારમાં અલાયદી પૂર્વ કચ્છ આરટીઓ કચેરી મંજૂર કરતાં અંજાર સહિત પૂર્વ કચ્છના વાહનચાલકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. અંજારમાં અદ્યતન કચેરી અને ટ્રેક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવનારા હોવાની જાહેરાત કરાઇ હતી.

અંજાર ખાતે છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ અને રજિસ્ટ્રેશન માટે ભુજ સુધી લાંબું થવું પડતું હતું, તો છેલ્લા ઘણા સમયથી મેઘપર (બોરીચી)માં કાર્યરત મોટર વાહન નિરીક્ષકની કચેરીમાં લાઇસન્સ અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા હતા, પરંતુ ભુજની મુખ્ય કચેરી વચ્ચે કામની વહેંચણીની જટિલતાને કારણે અંજાર સહિત પૂર્વ કચ્છના વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી. જેના અનુસંધાને સંસદીય સચિવ વાસણભાઇ આહિરે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરતાં રાજ્ય સરકાર દ્વારા અંજારમાં અલાયદી આરટીઓ કચેરી માટે 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડિયા દ્વારા મુદ્દે વિધાનસભામાં જાહેરાત કરતાં અંજાર સહિત પૂર્વકચ્છના લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી. અંજાર આરટીઓને જીજે-39 નંબર ફાળવવામાં આવ્યો હતો. અંજારમાં આરટીઓ ઓફિસનું નિર્માણનું કાર્ય પણ શરૂ કરવા કવાયત તેજ કરી દેવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. કોમર્શિયલ વાહનોના ટ્રેક અને ઓફિસના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી. પૂર્વ કચ્છના મુખ્યમથક અંજારમાં આરટીઓ કચેરી મંજૂર કરાવા બદલ આહિરે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રીનો આભાર માન્યો હતો.

જીજે-39 કોડ અપાયો, કચેરી-અદ્યતન ટ્રેક માટે 10 કરોડ ફાળવાયા

વિધાનસભામાં વલ્લભભાઇ કાકડિયાની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો