તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાજીપીરનો મેળો હોવાથી ઓવરલોડ ટ્રકો બંધ કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાજીપીરનો મેળો હોવાથી ઓવરલોડ ટ્રકો બંધ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આર્ચિયનકેમીકલ કંપનીની તા.1 એપ્રિલથી ઓવરલોડ ટ્રકોનું પરિવહન શરૂ થઇ રહ્યું છે, ત્યારે હાજીપીરના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ પણ 1લી એપ્રિલથી થઇ રહ્યો છે, ત્યારે મેળા સમય દરમિયાન ઓવરલોડ ટ્રકો બંધ કરવા મદદનીશ કલેક્ટરને રજૂઆત કરાઇ છે.

હાજીપીર બન્ની પર્યાવરણ સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાકુબ મુતવા દ્વારા મદદનીશ કલેક્ટર-નખત્રાણાને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આર્ચિયન કેમિકલ દ્વારા 1લી એપ્રિલથી ઓવરલોડ પરિવહન શરૂ થઇ રહ્યું છે, ત્યારે તે સમયે હાજીપીરના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થશે. મેળા સમયે ઓવરલોડ કેમિકલ ભરેલી ટ્રકોથી આજુબાજુના ગામડા અને ઉર્ષમાં સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. કંપનીની દાદાગીરીનો યાત્રાળુઓને સામનો કરવો પડે તે પહેલાં ઓવરલોડ બંધ કરાય તે માટે રજૂઆત કરાઇ છે.

મદદનીશ કલેકટરને કરાઇ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો