તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાતા તળાવમાં યોજાશે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાતા તળાવમાં યોજાશે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસાનારાતા તળાવમાં કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ અને ભચીબાઇ સુંદરજી મેમોરિયલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાવાનો છે, તે અંગેની એક બેઠક તાજેતરમાં રાતા તળાવ ખાતે યોજાઇ હતી.

કેમ્પમાં દરેક દર્દીને તદ્દન નિ:શુલ્ક નિદાન તો ખરું જ, પરંતુ પૂર્ણ બોડી ચેક-અપ અને સારવાર પૂરી પડાશે. કેમ્પની તારીખો આગામી સમયમાં મુંબઇમાં મળનારી અગ્રણીઓ અને હોદ્દેદારોની મીટિંગમાં નક્કી કરાશે. બેઠકમાં ભાનુશાલી દેશ મહાજનના અધ્યક્ષ પ્રવિણચંદ્ર મંગે, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ વતી અરવિંદ દામા, લખમશી ભદ્રા, ગાંધીધામ મહાજનના દામજી ભાનુશાલી, રમેશ ભાનુશાલી, સત્સંગ મંડળના કચ્છ એકમના પ્રમુખ આશારીયાભાઇ, સ્થાપક મનજી ભાનુશાલી, મહામંત્રી કાંતિ પટેલ, સંસ્થાના પ્રમુખ હરિરામ કટારમલ સહિતના અગ્રણીઓએ હાજર રહી પોતાના સહયોગની ખાતરી આપવા સાથે આયોજનને સફળ બનાવવા અંગેના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી.

રાતા તળાવ ખાતે મળેલી સર્વરોગ નિદાન કેમ્પની બેઠકમાં માહિતી આપી રહેલા ભાનુશાલી સમાજના આગેવાનો નજરે પડે છે.

કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ દાતાઓ દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો