તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટેશનરી વેપારીઓને કનડતી પ્રશ્નોનું તાકીદે નિવારણ કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેશનરી વેપારીઓને કનડતી પ્રશ્નોનું તાકીદે નિવારણ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાનાસ્ટેશનરી અને પુસ્તક વિક્રેતાઓને કનડતા પ્રશ્નોને ચર્ચવા કચ્છ જિલ્લા સ્ટેશનર્સ એન્ડ બુક સેલર્સ એસોસિએશનની એક બેઠકનું આયોજન કરાયું છે.

એસોસિએશનના ઉપપ્રમુખ હેમેન્દ્ર કંસારાએ આપેલી વિગતો મુજબ તાજેતરમાં બજેટ પછી પેપર મીલો દ્વારા અને બી ગ્રેડના કાગળો પર 15 ટકા ભાવવધારો ઝિંકાયો છે. પ્રકાશકો દ્વારા કેટલાંક પુસ્તકોમાં સામાન્ય ફેરફાર થકી નવી એડિશન બહાર પડાય છે. વિક્રેતાઓ પાસે જૂની એડિશનના પુસ્તકો પડ્યાં રહે છે. પ્રકાશકો તેને પરત લેતા નથી જેથી વિક્રેતાઓને નુકસાન થાય છે.

કેટલીકવાર પાઠ્યપુસ્તકો જિલ્લાના વેપારીઓને અમદાવાદ કે રાજકોટથી મગાવવાં પડતાં હોવાથી મોંઘાં પડી જાય છે. છેલ્લાં 35 વર્ષથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા માન્ય વિક્રેતાઓને 12.50 ટકા કમીશન અપાય છે. વિક્રેતાઓને તૂટેલાં, પ્રિન્ટની ભૂલવાળાં પુસ્તકો પણ ખરીદવાં પડે છે જેથી વેપારીઓને ખોટ ખાવી પડે છે. આવાં પુસ્તકો મંડળ પરત લેતું નથી. કમીશન વધારવાની માગણી કરાય છે ત્યારે મંડળના કહેવા મુજબ 150 થી 300 ટકા પુસ્તકોની કિંમતમાં વધારો થયો હોવાથી વેપારીઓનો નફો વધ્યો છે જ્યારે હકીકતમાં ખામીવાળાં પુસ્તકો પરત લેવાતાં વેપારીઓને તો નુકસાન જાય છે. તમામ મુદ્દે ગુજરાત સ્ટેશનરી એસોસિએશન દ્વારા લડત ચલાવવાની હોવાથી જિલ્લાના તમામ સ્ટેશનરી અને પુસ્તક વિક્રેતાઓની એક જનરલ મિટિંગ આગામી 26મી માર્ચના રવિવારે નખત્રાણા તાલુકાના પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામ (મોટાયક્ષ) ખાતે પ્રમુખ વાડીલાલ મોરબીયાના અધ્યક્ષ સ્થાને મળવાની છે જેમાં સૌને હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો