તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને એવોર્ડ મળતાં કચ્છને વધારાની 40 લાખની ગ્રાન્ટ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલને એવોર્ડ મળતાં કચ્છને વધારાની 40 લાખની ગ્રાન્ટ મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંજુલાઇ-2014થી મે-2016 સુધી ફરજ બજાવનારા કલેક્ટર મહેન્દ્ર પટેલને જિલ્લામાં કરેલી કામગીરી માટે શ્રેષ્ઠ સમાહર્તાનો એવોર્ડ જાહેર કરાયો છે. આના કારણે કચ્છ જિલ્લાને વધારાની રૂપિયા 40 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. 24મીએ મુખ્યમંત્રીના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર અને 51 હજારનો પુરસ્કાર તેમને અન્ય રાજ્યના અન્ય ત્રણ કલેક્ટરને એનાયત કરાશે. ઉપરાંત પટેલને 2012-13 માટે બનાસકાંઠાના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવશે.

મહેસૂલી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે સુરત બદલી પામેલા કલેક્ટર એમ.એસ. પટેલને કચ્છમાં કરેલી કામગીરીની નોંધ લઇને એવોર્ડ જાહેર કરાયો છે. પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ચાર કેટેગરીમાં પસંદગી કરાતી હોય છે, જેમાં આદિવાસી વિસ્તાર, નવા બનેલા જિલ્લા અને શહેરી જિલ્લાઓ તેમજ અન્ય બાકી રહેતા જિલ્લા પૈકી આઇએએસ અધિકારીનો સમાવેશ કરાયો છે, જેમાં કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરીની નોંધ સરકારે લીધી છે. ખાસ કરીને જિલ્લામાં 2015માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લુ દરમિયાન ડોર-ટુ-ડોર મેગા સર્વે, ભુજની રિલોકેશન સાઇટમાં લાલબૂકનું વિતરણ તથા 2014ના નવેમ્બરમાં નિલોફરના વાવાઝોડા સામે સરકારી ધારાધોરણ મુજબ તકેદારીના પગલાં સહિતની કામગીરીની નોંધ લેવામાં આવી છે. એવોર્ડ પસંદગી માટે કંઇક ઇનોવેશન હોવું જરૂરી છે. જેના થકી કચ્છના પૂર્વ સમાહર્તાની પસંદગી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. એવોર્ડના લીધે હવે કચ્છ જિલ્લા તંત્રને 40 લાખની સુધારણાના કામોનું અનુદાન અને બનાસકાંઠાને 20 લાખનું અનુદાન આપવામાં આવશે.

જિલ્લામાં 2014-15ની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રશસ્તિપત્ર- 51 હજારનો પુરસ્કાર

ગુજરાતના ચાર આઇએએસ અધિકારીની કામગીરીની નોંધ લેવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો