તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશલપરમાં (વાં) પોલીસ પુત્ર પર 3 શખ્સનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપરમાં (વાં) પોલીસ પુત્ર પર 3 શખ્સનો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના દેશલપર (વાંઢાય) ગામ પાસે મંગળવારે સવારે રિક્ષા અને બાઇક સામસામે આવી જતાં થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી પોલીસ પુત્રને ગામના ત્રણ શખ્સે માર મારતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.દેશલપર ગામ નજીક સવારે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ દેશલપરમાં રહેતા અને વાયોર પોલીસમાં ફરજ બજાવતા બાબુભાઇ રાઠોડના પુત્ર રાજેશ ઉર્ફે રાજ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.25)ને છકડાચાલક રવુભા સોઢા, વીરુભા સોઢા તથા અશોકસિંહ સોઢાએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. માનકૂવા પોલીસે રાજુભાઇની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ મુકેશભાઇ સાધુએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો