તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલ પીજીમાં કોમન મેરિટ સાથે પ્રવેશ આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ પીજીમાં કોમન મેરિટ સાથે પ્રવેશ આપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્યના પ્રાધાન્ય હેઠળની મેડિકલ બેઠકો માટે કોમન કાઉન્સિલિંગ પ્રક્રિયામાં યુનિવર્સિટીને પ્રાધાન્ય આપવાની ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની માંગણીના વિરોધમાં ભુજમાં કચ્છ યુનિ.ના અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કોમન મેરીટ કોમન એડમિશનની માગણી સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

કેન્દ્ર સરકાર અને એમસીઆઇના સંયુક્ત નિર્ણયથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્ટેટ કોટા હેઠળની મેડિકલ પીજીની 50 ટકા બેઠકોમાં એડમિશન પ્રક્રિયા રાજ્ય સરકાર હસ્તક કોમન કાઉન્સિલિંગથી કરવાના નિર્ણયની સામે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમાં પણ પ્રેફરન્સ કોટા આપવાની માગણી કરતાં ભુજની અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર પ્રેફરન્સ કોટા આપે તો કોમન કાઉન્સિલિંગનો કોઇ અર્થ રહેતો નથી. આની માઠી અસર રૂપે ઉંચા મેરીટ મેળવતા વિદ્યાર્થીઓ સરકારી બેઠકોનો લાભ મેળવી શકશે નહીં. જેના ઉકેલ રૂપે રાજ્ય સ્તરે કોમન મેરીટ બનાવી કોમન એડમિશન પ્રક્રિયાથી પ્રવેશ આપવા માગ કરાઇ હતી.

સુત્રોચ્ચાર સાથે નીકળી 500થી વધુ છાત્રોની રેલી

ભુજમાં અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો