તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • “રાશન’ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

“રાશન’ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના1,16,477 રાશનકાર્ડ ધારકોમાંથી 60 ટકા મજૂર વર્ગના અને મોટી ઉંમરના એકલા રહેતા લોકો કે જે લોકોના બેંકમાં એકાઉન્ટ તો છે, પરંતુ સરકારની કેશલેસ પદ્ધતિને લોકો અનુસરે તેવા ઉદ્દેશથી ઘણા સસ્તા અનાજની દુકાન માલિકો રોકડેથી માલ આપતા હોવાની ફરિયાદો બહાર આવી રહી છે, તો હવે જે રાશનકાર્ડધારકના આધારકાર્ડ લિંક થયેલા નહીં હોય તેને અનાજ નહીં મળે તેવો પરિપત્ર પણ આવી ગયો છે. મજૂર વર્ગ પોતાના કામમાંથી રોજનું કમાઇ અને રોજનું ખાવાવાળા હોય છે, ત્યારે લોકો પાસે બેંકમાં પૈસા જમા કરાવવા જેટલા પૈસા પણ બચતા નથી તે લોકો રોકડેથી રૂા. 100-200નો માલ લેવાના છે.

બાબતે દુકાનદારના કહેવા મુજબ, જ્યારથી થમ્બ સિસ્ટમ આવી છે, ત્યારથી લોકોને રાશનકાર્ડનો માલ લેવામાં તકલીફો વધી ગઇ છે. પરિવારમાંથી જેના અંગૂઠાનું પંચ હોય તે સાથે હોવા જોઇએ તેને બદલે બીજાને માલ દુકાનદારો આપતા નથી. જોકે, બાબતે પુરવઠા શાખાના નાયબ મામલતદારને પૂછતાં તેમણે એમ જણાવ્યું હતું કે, 15 વર્ષથી ઉપરના પરિવારના સભ્યોના થમ્બ એકવાર લઇ કોઇપણ રાશન લઇ શકે છે. દુકાનદારોના કહેવા પ્રમાણે મજૂર વર્ગના લોકોના અંગૂઠાના નિશાન પણ આવતા નથી. મોટાભાગના ગરીબ લોકોના બેંકમાં એકાઉન્ટ હોય છે, પણ તેમાં બેલેન્સ હોતી નથી અને કેશલેસ પેમેન્ટ મરજિયાત હોવા છતાં ઘણા દુકાનદારો રોકડેથી માલ આપવાની ના પાડે છે.

મેક ઇન ઇન્ડિયાની વાતો વચ્ચે નાના લોકો પીસાય છે

^1980માંરાશનકાર્ડની કામગીરીમાં કોઇ તકલીફો હતી, અત્યારે ના. મામલતદારના થમ્બ વિના રાશનકાર્ડની કામગીરી થતી નથી અને શહેરી અને ગ્રામીણ બન્ને કામગીરી એક ના. મામલતદાર સંભાળતા હોવાથી તેમના થમ્બ વીના કામગીરી અટકે છે, ત્યારે કામગીરીમાં પોતાની રોજી રોટી છોડીને આવતા શ્રમજીવી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. > ફકીરમામદકુંભાર, નગરસેવકવોર્ડ નંબર-3

દુકાનચેન્જ કરું તો અમારું રાશન બે મહિના મળે નહીં

^અમારોપરિવાર મજૂરીકામ કરે છે, પહેલાં અમે શિવરામંડપ વિસ્તારમાં રહેતા હતા, હવે અમે રાવલવાડી વિસ્તારમાં રહીએ છીએ, અમને ભીડ વિસ્તારની સસ્તા અનાજની દુકાન લાગુ પડતી હવે તે બદલાવવી પડે તેમ છે, પરંતુ કાર્યવાહી કરવાથી અમને મળતું રાશન બે મહિના સુધી બંધ થઇ જાય તેમ છે. અત્યારે હું રાવલવાડીથી ભીડ વિસ્તારમાં રાશન લેવા મારું કામ મૂકીને આવું છું. અમારા દુકાનધારક સારા હોવાથી માનવતાના ધોરણે માલ આપે છે, મેં એવા લોકો પણ જોયા છે કે, વિસ્તાર બદલે તો માલ આપવાની ના પાડી દે. > મંજુબેનકાનજી, શ્રમજીવીમહિલા

રોકડે માલ દુકાનદારે આપવો પડે, પણ લોકોએ આધારકાર્ડ લિંક કરાવવો જરૂરી

^ડિજિટલકામગીરી લોકો માટે સારી છે, પરંતુ સેટ થતાં થોડો સમય લાગશે પણ એવું જરૂરી નથી કે બેંકમાં રૂપિયા હશે, તો દુકાનદાર માલ આપશે રોકડે પણ લોકોને રાશન આપવું પડે. હા, આધારકાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે, જો આધારકાર્ડ લિંક નહીં હોય તે લોકોને અનાજ નહીં મળે માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે, આધારકાર્ડ જેમ બને તેમ તાત્કાલિક લિંક કરાવી લેવો. હા, સિસ્ટમ ડિજિટલ થઇ છે, તેમાં સેટ થવામાં લોકોને સમય લાગશે અને સાથે કર્મચારીઓને પણ થોડી-ઘણી તકલીફો છે જ. > પી.એન.ગોર, નાયબમામલતદાર, પુરવઠા શાખા

બેંકનાસીમાંકન સમયાંતરે બદલે છે જેથી બેંક ખાતું ખોલવાની ના પાડી દે છે

એકદુકાનદારે જણાવ્યું હતું કે, સમયાંતરે વિસ્તારોનું સીમાંકન બદલે છે, પહેલાં ભુજમાં 14 વોર્ડ હતા, અત્યારે 11 છે, હવે વિસ્તાર ચેન્જ થઇ જતાં બેંકોના સીમાંકન પણ બદલે છે અને ઘણા લોકોને બેંકમાંથી એવા જવાબ દઇ લોકોને ખાતું ખોલવાની પણ ના પાડવામાં આવે છે.

ડિજિટલ ઇન્ડિયામાં ગરીબ લોકો અટવાયા :મજૂર વર્ગના અંગૂઠા આવવા, બેંકના ખાતામાં પૈસા હોવા, આધારકાર્ડ લિંક હોવાને કારણે લોકોને રાશન મળતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો