તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બળદિયામાં સગીરાનું અપહરણ કરનારો 2 દિવસના રિમાન્ડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળદિયામાં સગીરાનું અપહરણ કરનારો 2 દિવસના રિમાન્ડ પર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના બળદિયા ગામે રહેતી સગીર કન્યાને ગત 14 માર્ચના કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધાતા આરોપી શખ્સને સગીરા સાથે પાવાગઢથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને ભુજની કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ માટે રજૂ કરાતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અપહરણના કેસની તપાસ માનકૂવાના પીએસઆઇ સોનારાએ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી શખ્સ સગીરા સાથે પાવાગઢ હોવાનું બહાર આવતાં પોલીસ ટુકડી પાવાગઢ પહોંચી હતી, જ્યાં બાતમીના આધારે અપહરણ કરનારા આરોપી અશોક દિલીપભાઇ નાયક (ઉ.વ.25)ને કન્યા સાથે પકડી લીધો હતો. બન્ને જણને માનકૂવા પોલીસ મથકે લઇ આવી સગીરાનું મેડિકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેના પરિવારને સોંપવામાં આવી હતી, જ્યારે આરોપી અશોક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવા માટે ભુજની કોર્ટમાં રિપોર્ટ સાથે પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણની સૂચનાથી અને માનકૂવા પીઆઇ એમ.જે. બોક્ષાના માર્ગદર્શન હેડળ પોલીસ ટુકડી પાવાગઢ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, તેવું કેરા ઓપીના પ્રવીણભાઇ વાણિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો