તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ તાલુકામાં એક દિવસે ત્રણ જગ્યાએ આગના બનાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકામાં એક દિવસે ત્રણ જગ્યાએ આગના બનાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકામાં એક દિવસમાં આગના ત્રણ બનાવ બન્યા હતા. ભુજમાં જૂના અને નવા રેલવે સ્ટેશન પાસે અને ઝુરામાં ભૂંગાંમાં આગ લાગતાં તંત્ર દોડતું થયું હતું.

મળતી વિગતો મુજબ મંગળવારે સવારે 10:30 વાગ્યે ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે હરિઓમ હોટલના પાછળના ભાગમાં આવેલી રજાક સમાની વાડીમાં અચાનક આગ લાગતાં તેમાં સાત ખારેકના ઝાડ બળીને ખાખ થયા હતા. બીજીબાજુ ભુજના રેલવે સ્ટેશન પાસે ભૂતપૂર્વ નગરસેવક કીર્તિ ગોરની વાડી પાસે રાત્રે 8:15 વાગ્યે આગ લાગી હતી. જોકે, તેમાં બાવળ અને જંગલી ઘાસ સળગ્યા હતા. ઝુરા કેમ્પ ખાતે સાંજે 4:30 વાગ્યે રવજી સોઢાના 2 ભૂંગાંમાં અને ત્યાં પડેલા ગાયોના ઘાસમાં આગ લાગી હતી, આગ લાગતાં ત્રણે જગ્યાએ ફાયર ફાઇટર શાખાના અનિલ મારૂ અને સચિન પરમારની ટીમે તાત્કાલિક ધસી જઇ કાબૂ મેળવ્યો હતો. ત્રણે જગ્યાએ લાગેલી આગનું કારણ જાણી શકાયું હતું.

ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઇ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો