તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ તાલુકાના 125 ગામોના 2.5 કરોડના વિકાસકામો મંજૂર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકાના 125 ગામોના 2.5 કરોડના વિકાસકામો મંજૂર કરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાની મંગળવારે મળેલી સામાન્ય સભામાં જે 24 ગામોમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઇ છે, તે સિવાયના 125 ગામોના વિકાસ કામો માટે રૂા. 2.5 કરોડ મંજૂર કરવામાં આવ્ય હતા. નાણાકીય વર્ષ 2017-18નું 32.97 કરોડની પૂરાંત સાથેનું બજેટ રજૂ થયું હતું અને વિવિધ ક્ષેત્ર માટે 5.17 કરોડની અને કચેરીના વહીવટ માટે રૂા. 43 લાખની જોગવાઇ પણ બજેટમાં કરવામાં આવી હતી.

વધુ વિગતો આપતાં પ્રમુખ કંકુબેન ચાવડાએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતની 2017-18ની સ્વભંડોળની આવક રૂા. 9,55,53,000 અને ખર્ચ રૂા. 7,43,60,000 અંદાજવામાં આવ્યો છે. ટીડીઓ એસ.બી. જાનીની ઉપસ્થિતિમાં પ્રમુખ કંકુબેન ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષી નેતા જુમાભાઇએ બન્ની વિસ્તારની પંચાયતોને ઓછી રકમ ફાળવાય છે, જ્યારે માધાપરને વધુ રકમ તેવું કહી વિરોધ નોંધાવ્યો હતો, તે બાબતે પ્રમુખે તમામ ગ્રામપંચાયતોને જરૂરિયાત મુજબ વિકાસકામો માટે રકમ ફાળવાય છે, તેવો જવાબ આપ્યો હતો. સભામાં તા. પં.ના ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, કારોબારી ચેરમેન રામજી શિયાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાવનાબેન ચાવડા, શાસકપક્ષના નેતા સજુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા જુમા રાયમા, હિરેન વાઘડિયા, હરીશ ભંડેરી, મનજી ખેતાણી સહિતના તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તા.પં.ની સામાન્ય સભામાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓ.

તા. પં.ની સામાન્ય સભામાં સ્વભંડોળની રકમમાંથી 2017-18ના વર્ષ માટે 5.17 કરોડની જોગવાઇ કરાઇ

24 આચારસંહિતા લાગુ પડી હોય તે સિવાયના..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો