તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |છેલ્લા બે દિવસથી રાત્રીના 11 વાગતાંની સાથે પોલીસનો ટુકડીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |છેલ્લા બે દિવસથી રાત્રીના 11 વાગતાંની સાથે પોલીસનો ટુકડીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |છેલ્લા બે દિવસથી રાત્રીના 11 વાગતાંની સાથે પોલીસનો ટુકડીઓ શહેરમાં હરવા ફરવા સહિતના ખાણી-પિણીના સ્થળે લોકોને ઉઠાવવા માટે નિકળી પડતા લોકોમાં ગભરાટ ફેલાય છે. ઉનાળાની સીઝનમાં હરવા ફરવા માટે લોકો પરિવાર સહિત હમીરસર, મોટાબંધ સહિતના સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે પોલીસની ટુકડીઓ આવે છે અને ઘરે જાઓ.. કહી ભગાડી મુકે છે. તો શહેરમાં રાત્રીના સમયે ઠંડી હવા માણવા અને ઠંડા-પીણા પીવા માટે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં લોકો પહોંચે અને ખાણીપીણી કરતા હોય ત્યારે પોલીસનો એટલી હદે ખોફ પેદા થયો છે કે, ધંધાદારીઓ પૈસા લેવાનું પણ ભુલી જાય છે, તો અમુક કિસ્સાઓમાં ગ્રાહક પૈસા દીધા વગર ભાગી છુટે છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે શોખીન નગરજનો આગામી બે માસ સુધી હરવા-ફરવા રાત્રે નિકળશે નક્કી બાબત છે. તેવામાં જો પોલીસ દ્વારા રીતે હાલાકી ઉભી કરાશે તો નગરજનોમાં નારાજગી સાથે રોષ ફાટી નીકળશે તેમ મંગળવારે રાત્રે ફરવા નીકળેલા લોકો અને ખાણી-પીણીના વેપારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો