• Gujarati News
  • National
  • ઓસ્લો પાસેથી એક્ટીવાને ઉઠાવી જવાઇ

ઓસ્લો પાસેથી એક્ટીવાને ઉઠાવી જવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાઓસ્લો વિસ્તારમાં પાર્ક કરેલી એક્ટીવાની ઉઠાંતરી થઈ ગઈ હતી. આજ વિસ્તારમાં છેલ્લા થોડા સમયમાં બીજી વાહન ચોરી નોંધાઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. 14/07 ના શંકર મોહનદાસ જેઠવાણીએ ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે આવેલા પ્લાઝા સેંટર પાસે 57 હજારની કિંમતની જીજે 12 બીઈ 8626 એક્ટીવા પાર્ક કરી હતી જેને કોઇ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. અહિ નોંધવું રહ્યુ કે ભુજ એક દિવસે કામે જતા લોકો અહિ વાહન પાર્ક કરી પરત અહિજ બસમાં ઉતરી વાહન લઈ જતા હોય છે ત્યારે સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ચોકિ હોવા અને સતત પોલીસ વોચ હોવા છતાં વાહન ચોરી થવીએ લાલબતી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...