સંસ્થા/સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી શિવ મહાપુરાણ કથાનો આરંભ

ભુજ: શિવમહાપુરાણ નવમ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન આરટીઓ રાજગોર મહિલા મંડળ દ્વારા કૈલાશધામ માતુશ્રી મુકતાબેન ઉમિયાશંકર નાકર રાજગોર કોમ્યુનિટી સેન્ટર આરટીઓ રિલો., ભુજ ખાતે કરાયું છે, જેમાં કથાનો પ્રારંભ તા.27/7 ગુરુવારે સવારે પોથીયાત્રાથી થશે. બપોરે 3થી 7 દરમિયાન મહાત્મ્ય કથા, તા.28/7 શિવ પ્રાગટ્ય તેમજ શિવ પુજન મહિમા, તા.29/7ના સતિ પ્રાગટ્ય, તા.30/7 શિવ કથા, તા.31/7ના શિવ પાર્વતી વિવાહનું આયોજન તેમજ તા.1/8ના કાર્તિકેય-ગણેશ પ્રાગટ્ય, તા.2/8ના ગણેશ કથા, તા.3/8ના દ્વાદશ જ્યોર્તિલીંગ મહાત્મ્ય, તા.3/8ના કથા વિરામ લેશે. તા.5/8ના હોમાત્મા લઘુરુદ્ર, બપોરે દાતાઓનું સન્માન કાર્યક્રમો યોજાશે.

માંડવીમાંનવકાર મહામંત્ર કુંભ સ્થાપના

માંડવી: તા.28/7શુક્રવારના સવારે 8 કલાકે, મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતાના નિવાસસ્થાને નવકારમંત્ર કુંભની સ્થાપના કરવામાં આવશે તેમજ સવાર 9થી 7 સુધી મહામંગલકારી નવકારમહામંત્રના જાપ થશે. ચિતશેખર વિજયજી મ.સા.ની નિશ્રામાં ચતુર્વિધસંઘ સાથે શિતલનાથ જિનાલયેથી સવારના વ્યાખ્યાન બાદ સવારના 8 કલાકે નવકારમહામંત્રના કુંભની ગાજતે વાજતે શોભાયાત્રા નીકળીને લાભાર્થીના ઘર જશે.

ગુર્જરક્ષત્રિય સમાજ-માધાપર દ્વારા અખિલ ભારતીય સ્તરનું સગપણ સંમેલન યોજાશે

ભુજ: કચ્છગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા દર વર્ષની જેમ અખિલ ભારતીય સ્તરનું સગપણ સંમેલન તા.1/10ના માધાપર ખાતે આયોજન કરાયું છે. સગપણ સંમેલનમાં ભાગ લેવા માંગતા દરેક ઘટના યુવા-યુવતીઓએ તા.15/9 સુધીમાં ઘટક પ્રમુખ પાસેથી પ્રવેશ ફોર્મ મેળવી માધાપર સમાજ ભવનવ કાર્યાલયમાં પહોંચાડવાનું રહેશે. વધુ વિગત માટે મો.94263 73935 સંપર્ક કરવો.

કોંગ્રેસલઘુમતિ ડિપા.ના મહામંત્રી વરાયા

ભુજ: કચ્છજિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના કાર્યકર મોહમદ અકીલ સુલેમાન મેમણને વિભાગના જિલ્લાના મહામંત્રી પદે નિમણુક અપાઇ છે અને પક્ષને વધુ મજબુત બનાવવાની જવાબદારી સોંપાઇ છે.

મહામંત્રી

અન્ય સમાચારો પણ છે...