• Gujarati News
  • National
  • કેરાના બ્લેકમેલીંગ કેસમાં યુવતિના જામીન કોર્ટે ફગાવ્યા

કેરાના બ્લેકમેલીંગ કેસમાં યુવતિના જામીન કોર્ટે ફગાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કેરા ગામના યુવાનને મોહજાળમાં ફસાવી નગ્ન કરી ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ખંખેરી લેનાર ટોળકી પૈકીની પકડાયેલી સોરૂ ઉર્ફે સોનુ લાહેજીએ બુધવારે કોર્ટમાં રેગ્યુલર જામન અરજી કરતા કોર્ટે જામની નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો.

લૂટ અને બ્લેકમેઇલીંગ પ્રકરણની રઝિયાએ કેરા ગામના ભાવેશ રામજી હાલાઈ સાથે મિત્રતા કરી અને સોરૂ સાથે તેની ગોઠવણ કરી આપી હતી, બાદમાં પૂર્વ પ્લાન મુજબ સોરૂ ઉર્ફે સોનુ અબ્દુલ રઝાક લાહેજી આડાયવોર્સી યુવકને પોતાના ઘરે લઇ ગઇ હતી, દરમિયાન રઝિયા તેની ટોળકી સાથે સ્કોર્યીયો કારમાં આવી ઘરમાં ઘુસી ભાવેશના કપડા ફાડી સોરૂ સાથે નગ્ન હાલતમાં વિડિયો શૂટીંગ કરી લીધું હતું. ટોળકીના જુશબશા શૈયદશા (પત્રકાર)તથા ગુલામશા આલમશા, સુલતાન સુમરા અને રઝિયા તથા બે અન્ય શખ્સોએ ભાવેશને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની અને વિડિયો ક્લિપ-તસવીરો અખબારો-ચેનલોમાં પ્રસિધ્ધ કરી બદનામ કરવાની બીક બતાડીને ભાવેશ સાથે ધાકધમકી અને મારકૂટ કરી તેના ખિસ્સામાં રહેલા પાંચ હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેમજ તેના એટીએમ કાર્ડથી 10 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા, એટલાથી સંતોષ થતા ટોળકીએ ભાવેશ પાસે બે લાખ રૂપિયાના કોરા ચેકમાં બળજબરીથી લખાવી લીધા હતા, ચકચારી કેસમાં માનકુવા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી તે પૈકી સોરૂ ઉર્ફે સોનુ અબ્દુલ રઝાક દ્વારા બુધવારે ભુજની કોર્ટમાં રેગ્યુલર જામીનન પર મુક્ત થવા અરજી કરી હતી, ભુજના પાંચમાં અધિક સેસન્સ જજ એલ.જી. ચુડાસમાની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી સોરૂ લાહેજીની જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો, કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ એચ બી જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...