• Gujarati News
  • National
  • લોડાઇમાં જુગાર રમતા 3 પકડાયા એક જણ ફરાર

લોડાઇમાં જુગાર રમતા 3 પકડાયા એક જણ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના લોડાઇ ગામના ગગડાવાસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે બુધવારે બપોરે દરોડો પાડ્યો હતો ગામના ગગડાવાસમાં રહેતા રમજુ ઉર્ફે રમુડો હાજી મણકાના મકાનના આંગણામાં ઘાણી પાસા વડે જુગાર રમી રહેલા ગની ઇસ્માઇલ ગગડા, અબ્દુલ જુસા ચંગલ, ગરકાસ હાજી મણકા રહે તમામ લોડાઇ વાળાઓને 3,490ની રોકડ સાથે પકડી પાડ્યા હતા, જ્યારે રમજુ હાજી મણકા પોલીસને થાપ આપી નાશી ગયો હતો, પધ્ધર પોલીસના હેડ કોન્સ્ટેબલ રહેમતુલ્લા ખમુભાઇ ખલિફાએ તમામ આરોપીઓ વિરૂધ ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ ઇકબાલભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...