• Gujarati News
  • National
  • નાગપંચમીએ ભુજંગદેવના મેળાથી શ્રાવણી મેળા શરૂ

નાગપંચમીએ ભુજંગદેવના મેળાથી શ્રાવણી મેળા શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેનાગપંચમીના મેળાથી શ્રાવણી મેળાઓનો પ્રારંભ થયો છે. ભુજીયા ડુંગર પર આવેલા ભુજંગદેવની રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી દ્વારા સવારે 9:30 કલાકે પૂજા-અર્ચના કરાયા બાદ રાજ પરંપરા મુજબ પૂજારી હિરાભાઈ ઠાકોરને તિલક કરી તેઓ દર્શન અને મેળો ખુલ્લો મુકશે.

રાજ પરીવારમાંથી 20 જેટલા વાહનોની શાહી સવારી દર્શને આવશે. આમ તો છેલ્લા 66 વર્ષથી પરંપરા મહારાઓ પ્રાગમલજી ત્રીજા નીભાવતા આવ્યા છે પણ વર્ષે તેમની તબીયત નાદુરસ્ત હોતાં પરંપરા રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી નિભાવશે.

આત્મારામથી આરટીઓ સર્કલનો માર્ગ બંધ કરાયો

ભૂજિયાનામેળાને અનુલક્ષીને ટ્રાફીક નિયમન અર્થે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલાં જાહેરનામાં અનુસાર 27મીના સવારે 6થી રાત્રીના 11 કલાક સુધી આરટીઓ સર્કલ તરફ આવતાં વાહનો ભૂજિયાની તળેટી તરફ નહીં જઇ શકે પરંતુ સીધાં માધાપર તરફ થઇ શકશે. રીતે આત્મારામ સર્કલ તરફ આવતાં વાહનો સર્કલથી તળેટી બાજુ નહીં જઇ શકે પરંતુ સીધા સુરલભીટ્ટ ચાર રસ્તાથી માધાપર બાજુ જઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...