• Gujarati News
  • National
  • જીએસટી મેન્યુફેક્ચરર કે વેપારી તમામ માટે ફાયદારૂપ સાબિત થશે

જીએસટી મેન્યુફેક્ચરર કે વેપારી તમામ માટે ફાયદારૂપ સાબિત થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજખાતે કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ કચ્છ વિભાગ અને ફોકીઆ દ્વારા જીએસટી માટેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રોજેક્ટર દ્વારા ઉપસ્થિત કચ્છના ઉદ્યોગ ક્ષેત્રના, ચેમ્બર ઓફ કોમર્સ,વેપારી એશોસિયેશનના 70 પ્રતિનિધિએ ભાગ લીધો હતો.

સેમિનારમાં ડિપાર્ટમેન્ટના જોઇન્ટ કમિશ્નર રંજન પ્રકાશ, આસિસ્ટન્ટ કમિશ્નર ધર્મરાજ ખટીક, વિજય અગ્રવાલ, રામનારાયણ, બી. ભરુલ અને રજનેશ ગુપ્તાએ તથા ફોકીઆ તરફથી નિમિષ ફડકે અને રાધિકા ઠક્કરે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, વેપારી એસોસિયેશન, સીએ એસોસિયેશન તથા ટેક્સ કન્સલ્ટન્ટોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં રજિસ્ટ્રેશન કરવાથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા.

બાબતે ડિપાર્ટમેન્ટના કમિશ્નર રંજનપ્રકાશે જણાવ્યું હતું કે, જીએસટીમાં તમામ વ્યવસાયીઓ તે મેન્યુફેક્ચર હોય કે વેપાર હોય તમામ માટ ફાયદારૂપ સાબિત થશે, માટે સેમિનારનો ઉદ્દેશ જીએસટી બાબતે જાગૃતિ આવે તેવો છે. આમ તો જીએસટીથી તમામ લોકો માહિતગાર છે, તેમ છતાં વધુ લોકો જીએસટીને સમજી શકે તેવો ઉદ્દેશ અમારા ડિપાર્ટમેન્ટનો છે.

ભુજમાં ફોકિયાના સેમિનારમાં વેપારી એસો.ના સભ્યો જોડાયા

અન્ય સમાચારો પણ છે...